GSTV
Ahmedabad India ગુજરાત

ગુજરાતમાં થયેલા હુલ્લડો લઈને તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને મળી શકે છે ક્લીન ચિટ

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલા હુલ્લડો લઈને તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ કાયમી રહેશે કે નહિ તે વિષે આજે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો આવી શકે છે.

ગુલબર્ગ હત્યાકાંડના કાવતરામાં નરેન્દ્ર મોદીને ક્લીનચીટ સામે જાકીયા ઝાફરીની અરજી પર આજે કોર્ટ ચુકાદો આપી શકે છે. ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ થયેલા હુલ્લડો મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બીજાને વિશિષ્ટ તપાસ ટુકડી દ્વારા ક્લીન ચિટને કાયમી રાખતા નીચલી અદાલતનો નિર્ણય હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

મેઘાણી નગર ખાતે આવેલી ગુરબર્ગ સોસાયટીમાં સર્જાયેલા હત્યાકાંડમાં અહેસાન ઝાફરી સહિત 68 લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડ પૂર્વ આયોજિત કાવતરુ હતુ અને તેમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉચ્ચ અધિકારીઓ અને અન્ય નેતાઓ સામેલ હતા તેવા આક્ષેપ કરતી જાકીયા જાફરીએ અરજી કરી હતી.

જેને લઈને સુપ્રીમ કોર્ટે સીટને તપાસ સોંપી હતી. સીટે આ આક્ષેપ અંગે ક્લીન ચીટ આપતો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ મેજીસ્ટ્રેટે મંજૂર રાખ્યો હતો. જેની સામે હાઈકોર્ટમાં રિવ્યુ અરજી થઈ હતી. જેના પર સુનાવણી પૂર્ણ થઈ છે અને આજે ચુકાદો જાહેર કરાય તેવી સંભાવના છે.

Related posts

મહારાષ્ટ્ર/ છત્રપતિ શિવાજી પર રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર ભારે વિવાદ, પદ પરથી હટાવવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી

Padma Patel

GUJARAT ELECTION / પ્રથમ તબક્કામાં EVMની બુમરાણ, મતદાનના બહિષ્કારથી લઈ વિજળી ગુલ સુધી, જાણો તમામ મોટા અપડેટ

Kaushal Pancholi

LIVE! ગુજરાત ચૂંટણી/ દાળીયા ગામે બોગસ મતદાન થયુ હોવાનો રીબડા જૂથનો આક્ષેપ, ગોંડલમાં લોખંડી બંદોબસ્ત

pratikshah
GSTV