GSTV

ગુજરાતની આ શાળાએ સોશ્યલ મીડિયાનો જે ઉપયોગ કર્યો તેનાથી ઉત્તમ ઉદાહરણ કોઈ ન હોઈ શકે

Last Updated on October 6, 2017 by

સોશિયલ મીડિયાનો જો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તેના પરિણામો અદભૂત મળી શકે છે. વાત છે ડીસા તાલુકાની માલગઢ ગામની ગોગાઢાણી પ્રાથમિક શાળાની. જ્યાં આચાર્યે શાળાનું ફેસબુક પેજ તૈયાર કર્યુ. અને આ પેજ થકી સંપર્ક કર્યો વિદેશી લોકોને અને તેમની મદદથી આજે આ શાળામાં અનોખો નજારો જોવા મળે છે.

સામાન્ય શાળા છે નાના એવા ગામના સામાન્ય વિદ્યાર્થીઓ છે. પરંતુ વિદેશી મેડમ અભ્યાસ કરાવી રહ્યા છે. બેલ્જીયમના મિશ્લીન આ બાળકોને 70 દિવસ સુધી અભ્યાસ કરાવાના છે. કેમકે તેમને આ બાળકો સાથે આત્મિયતા બંધાઇ ગઇ છે. ગોગાઢાણી પ્રાથમિક શાળાના આચાર્ય  શૈલેષભાઈ પ્રજાપતિએ શાળાના નામનું એક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું. જેમાં શાળામાં થતી પ્રવુતિઓને ફેસબુકના માધ્યમ થકી દેશ વિદેશના મિત્રો સાથે જોડી.

જે બાદ અનેક લોકોએ વિદેશમાં બેઠા શાળા માટે દાન કર્યું. અત્યાર સુધી 5 વિદેશી લોકો ગોગાઢાણી પ્રાથમિક શાળાની મુલાકાત પણ લઇ ચુક્યા છે. શાળામાં ચાલતી પ્રવુતિ અને બાળકોને અનેક લોકોએ પાઉન્ડ અને યુરોમાં નાણાં મોકલાવ્યા છે.

દુબઈ, જાપાન, અમેરિકા, ઇંગ્લેન્ડ, બેલ્જીયમ, ફ્રાન્સથી કુલ  2.78 લાખનું અનુદાન આ શાળાના બાળકો માટે ફેસબુક સાથે જોડાયેલા વિદેશી મિત્રોએ મોકલી આપ્યું છે. બેલ્જીયમથી મિશ્લીન તો અહીં બાળકોને અભ્યાસ કરાવવા માટે ખુદ આવ્યા છે

મીશ્લીન બાળકોને અંગ્રેજી ભણાવે છે. અહીંના બાળકો વધુ અંગ્રેજી સમજી શકતા નથી. પરંતુ તેઓ આંખના ઈશારા અને હ્રદયની લાગણીઓથી મિશ્લીન સાથે જોડાયેલા છે. આધુનિક સમયમાં અનેક લોકો સોશિયલ મીડિયા પર ટાઇમપાસ કરે છે. પરંતુ ફેસબુક થકી આ રીતે પણ શાળાનો ઉદ્ધાર કરી શકાય તે ખરેખર ગોગાઢણી પ્રાથમિક શાળાએ સાર્થક કર્યુ છે.

Related posts

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

Bhawanipur By Election: પ્રચારનો છેલ્લો દિવસ, હાઈપ્રોફાઈલ સીટ પર બવાલ: મારી હત્યાનું હતું ષડયંત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!