GSTV

ગુજરાતનાં યુવાનોને આ જુનાગઢનાં વૃધ્ધો પાસેથી ખેરખર શીખવા જેવું છે

Last Updated on December 23, 2018 by

કહેવાય છેને જો વૃદ્ધ ન થવું હોય તો તમારા શોખને જીવતા રાખો. કારણકે ઉંમરની સંખ્યા તો માત્ર આંકડો છે. જો જિંદાદિલીથી જીવવામાં આવેને કંઇપણ કરવું અશક્ય નથી. આવું જ દરવર્ષે યથાર્થ કરે છે જૂનાગઢનું સિનિયલ સિટીઝન મંડળ. જેણે આ વર્ષે વૃદ્ધો માટે આયોજીત કરી હતી ઝડપી ચાલની સ્પર્ધા.

બસ આજ ઉમંગ અને ઉત્સાહ સાથે જૂનાગઢ સિનિયર સિટિઝન મંડળના આ વૃદ્ધો દર વર્ષે કંઇક વિશેષ કાર્ય કરે છે. જેમાં આ વર્ષે ભવનાથ ખાતે કડકડતી ઠંડીમાં ફાસ્ટ રન કોમ્પિટીશન આયોજીત કરાઇ. જેમાં 60 વર્ષથી લઇને 90 વર્ષ સુધીના સિનિયર સિટિઝન્સ જોડાયા. જેમાં એક વૃદ્ધ તો 92 વર્ષના હતા છતા પણ આ સ્પર્ધામાં ભાગ લીધો. તો આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા ભાનુબહેને અત્યારસુધીમાં 46 ગોલ્ડ મેડલ તો જીત્યા છે અને હજુ તેઓને વધુ ગોલ્ડ મેડલ જીતીને આજના જુવાનિયાઓને હેલ્થ ઇઝ વેલ્થની શીખ આપવી છે.

આજની જનરેશન શિયાળાની ઠંડીમાં દોડવાનું તો ઠીક વહેલા ઉઠતા પણ નથી. મોડી રાત સુધી મોબાઇલ મચેડનારું યુવા ધન આવી સ્પર્ધાઓમાં ભાગ લેતા નથી. જેનાથી એ વાતનો ભય છે કે આ પેઢી બૌદ્ધિક રીતે તો સક્ષમ બનશે. પરંતુ જ્યારે શારીરીક સૌષ્ઠવની વાત કરીશું તો તરત જ હાફી જશે.

READ ALSO

Related posts

એક વ્યક્તિને 100થી વધુ સાપે ઘેરી લીધો, પાડોશીએ પોલીસને બોલાવી તો જોવા મળ્યો ચોંકાવનારો નજારો

Damini Patel

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari

આ સ્કીમમાં મળશે 30,000 રૂપિયા, કોણ માટે છે આ સ્કીમ અને કેવી રીતે કરવું અરજી; જાણો બધી ડીટેલ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!