GSTV
Home » News » ગાંધીનગર : સર્કિટ હાઉસમાં નિવૃત-પૂર્વ ધારાસભ્યોની કારોબારી બેઠક યોજાઇ

ગાંધીનગર : સર્કિટ હાઉસમાં નિવૃત-પૂર્વ ધારાસભ્યોની કારોબારી બેઠક યોજાઇ

ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં તમામ રાજકીય પક્ષોના નિવૃત અને પૂર્વ ધારાસભ્યોની કારોબારીની બેઠક મળી હતી.  આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પુર્વ ધારાસભ્યો હાજર રહીને ધારાસભ્યની કમિટીના પ્રમુખોનુ સન્માન કર્યુ હતુ. મોટાભાગના ધારાસભ્યોએ નિવૃત ધારાસભ્યોને સરકાર તરફથી પેન્શન યોજનાનો લાભ મળે તે મામલે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

બીજી બાજુ કટેલાક પૂર્વ ધારાસભ્યોએ એવી પણ રજૂઆત કરી કે સરકારે નિવૃત ધારાસભ્યોને એસટી બસમાં મુસાફરી મફત કરવા છતાંય તે નીતિ નિયમોનુ પાલન થતુ નથી. જેથી આ મામલે સરકારનુ ધ્યાન દોરવામાં આવે.

કમિટીના આગેવાનોએ મુખ્યપ્રધાને મળીને પોતાની આરોગ્યલક્ષી સહિત અન્ય સુખ સુવિધાઓ અને પેન્શન સમયસર મળે તે માટેની રજુઆત કરશે.  આ ઉપરાત સરકારમાં કામ કરતા સરકારી અધિકારીઓ પૂર્વ ધારાસભ્યોનું માન સન્માન જાળવે અને તેમની સાથે યોગ્ય વ્યવહાર કરે તે માટે પણ સરકારનું ધ્યાન દોરવામાં આવશે.

Related posts

પિતરાઈ ભાઈ અને ભાભીએ સગીરાને દેહ વેપારના દૂષણમાં ધકેલી

Nilesh Jethva

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!