GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

VIDEO : ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં દિપડાએ જાહેર કરી રજા: ગેટ બંધ, પ્રવેશબંધી લાગુ

ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં દિપડાની દહેશત જોવા મળી રહી છે. વહેલી સવારે નવા સચિવાલયના પ્રાંગણમાં દિપડો ઘુસ્યો હોવાની આશંકા છે અને તેથી વનવિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. દિપડો ગેટ નંબર છથી સાતની આસપાસ હોવાનું મનાય છે. તેમજ તંત્રએ ગેટ નંબર સાત બંધ કરી દીધો છે. વનવિભાગની સાથે સ્થાનિક પોલીસ તંત્ર પણ દિપડાની શોધખોળમાં જોડાયું છે. સચિવાલયના તમામ ગેટ બંધ કરી દેવામાં અાવ્યા છે. અાજે સોમવાર હોવા છતાં કોઈને પણ સચિવાલયમા્ જવા દેવામાં અાવ્યા નથી. દિપડાને પગલે સચિવાલયમાં રજા જાહેર થઈ ગઈ હોવાનો માહોલ છે. 

દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ કાર્યરત

ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં  દીપડાની દહેશત જોવા મળી રહી છે. દીપડોસચિવાલયમાં ધુસ્યો હોવાના દ્રશ્યો સીસીટીવી ફુટેજ મળ્યા છે. હવે આ દીપડાને ટ્રેસ કરવા સીસીટીવીની મદદ લેવાઇ રહી છે. તમામ બેઝમેન્ટ અને ઝાંડી ઝાંખરા ધરાવતા વિસ્તારોમાં સઘન તપાસ કરાઇ રહી છે. સચિવાલયમાં દીપડો ઘુસતા વનવિભાગે મેગા ઓપરેશન શરૂ કર્યુ છે. દિપડાને પાંજરે પૂરવા માટે સચિવાલયમાં પાંજરા પણ ગોઠવાયા છે. વનવિભાગના સોથી વધુ કર્મચારીઓ દીપડાને પકડવા પકડવા માટે કવાયત કરી રહ્યા છે

 રાતે બે વાગ્યાના અરસામાં સચિવાલયના ગેટ નંબર સાતથી દીપડો ઘુસ્યો હતો. ગેટ નંબર સાતના ઝાંપાની નીચે રહેલી જગ્યાએથી દિપડાએ સચિવાલય સંકુલમાં દબાતા પગલે પ્રવેશ કર્યો હતો.. દિપડોગેટ નંબર ચાર અને છની વચ્ચે ફરતો હોવાની આશંકા છે અને વનવિભાગે દીપડાને પાંજરેપુરવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ છે.દીપડાને શોધવા વનવિભાગ ઉપરાંત પોલીસ અને સલામતી શાખાના જવાનો સવારથી જહેમત ઉઠાવી રહ્યા છે. સચિવાલયમાં કર્મચારીઓનો પ્રવેશ પણ રોકી દેવાયો છે.

Related posts

આ 6 ખતરનાક યુદ્ધ વાહનોના કાફલાએ લદાખમાં લોકોનું ધ્યાન ખેંચ્યું નહીં, મોદી જેની આસપાસ હતા

Dilip Patel

દિલ્હી-NCRમાં ફરી એક વાર આવ્યો ભૂકંપ, આ વખતે નોંધાયા 4.7ની તિવ્રતાના આંચકા

Pravin Makwana

વન નેશન વન રેશનકાર્ડ : જાણો કોન બનાવી શકશે અને કયા કયા દસ્તાવેજોની પડશે જરૂર, આ છે ફાયદા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!