ગાંઠ બાંધી લો આ વાત : સ્વસ્થ રહેવું હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ સાથે મધ ન ખાતા

મધનું સેવન કરવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે. નિયમિત મધનું સેવન ખાસ પીણા સાથે કરવાથી વજન પણ ઘટે છે. આ કારણે મોટાભાગના લોકો સવારના સમયે ગરમ પાણીમાં મધ પીવાનું પસંદ કરે છે. પરંતુ અતિની કોઈ ગતિ નથી તેમ જો મધનો ઉપયોગ પણ કેટલાક પ્રકારના ખોરાક સાથે કરવામાં આવે તો તેની આડઅસર શરીર પર થાય છે. એટલા માટે મધનું સેવન કરવાની યોગ્ય રીત જાણવી જરૂરી છે. આ વાત એવી છે કે તેની ગાંઠ દરેક વ્યક્તિએ બાંધી રાખવી જોઈએ.

મધ અને ગરમ પાણી

વજન ઘટાડવાની લાલચમાં સવારના સમયે લોકો ગરમ પાણીમાં લીંબુ અને મધ પીતા હોય છે. પરંતુ મધ ક્યારેય ગરમ પાણીમાં પીવું નહીં. મધને હુંફાળા પાણીમાં ઉમેરીને પીવું જોઈએ. ઉકાળેલા પાણીમાં મધ ઉમેરીને પીવાથી તે લાભ કરવાના બદલે નુકસાન કરે છે. ઉકાળેલા પાણીમાં મધ ઉમેરવાથી શરીરમાં હાઈડ્રોક્સીમિથાલઈ ફરફ્યૂરૈલ્ડિહાઈડનું સ્તર વધી જાય છે અને તેના કારણે શરીરમાં ટોક્સિન્સ વધે છે. 

મધ અને મૂળા

મધ અને મૂળાનું સેવન પણ એકસાથે કરવું નહીં. આ બંને વસ્તુ શરીરને નુકસાન કરે છે. આ બંને વસ્તુ સાથે ખાવાથી શરીરમાં વિષાક્ત પદાર્થ રિલીઝ થાય છે જે ગંભીર જોખમ બની શકે છે. 

મધ અને માંસાહાર

આયુર્વેદ અનુસાર મધ અને માંસાહારને સાથે ન લેવા. આ રીતે મધ લેવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. માંસાહારની કોઈપણ વસ્તુમાં મધનો ઉપયોગ કરવો નહીં.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter