ગર્ભાવસ્થા અને બાળજન્મ પછી આટલા દિવસ સુધી યોગ્ય પોષણ છે જરૂરી

ગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછી ના પ્રથમ ૧૦૦૦ દિવસો નવજાત બાળકના જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબકકો ગણાય છે. પ્રારંભિક તબક્કે યોગ્ય પોષણ ન મળે તો બાળકોના મગજના વિકાસ માટે તે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે, જે કોઈપણ રીતે સરભર કરી શકાતી નથી. જેપી હોસ્પિટલના ન્યુટ્રીશન શ્રુતિ શર્માએ જણાવ્યું હતું કે, બાળકના શરીરનો યોગ્ય વિકાસ થતો નથી, અનેક પ્રકારના રોગોનું જોખમ વધી અન્ય ઘણા ગંભીર રોગોની સમસ્યાઓ પેદા થઇ શકે છે. 


     ગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછીના પહેલાં વર્ષમાં મળતું પોષણ બાળકના મન અને શરીરના તંદુરસ્ત વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વ્યક્તિનું સમગ્ર જીવન કાળ દરમિયાન નું આરોગ્ય તેના પ્રથમ ૧૦૦૦ દિવસમાં મળેલા પોષણ પર આધાર રાખે છે. આ સમયગાળા દરમિયાન તેમણે મેળવેલા પોષણને સ્થૂળતા અને ક્રોનિક રોગોની સાથે પણ સંબંધ છે.


       નવજાત બાળકને જન્મના એક કલાકની અંદર માતાનું દૂધ પીવડાવવું ખૂબ જરૂરી છે. નવજાત બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે માતાનું દૂધ ખૂબ જ જરૂરી છે. જન્મ બાદ બે વર્ષ સુધી બાળકોને સ્તનપાન કરાવવું જોઈએ. માતાનું દૂધ ઘણા ચેપ અને રોગોથી નવજાત બાળકનું રક્ષણ કરે છે. નવજાત બાળક માટે જરૂરી તમામ પોષક તત્વો સ્તનપાન દ્વારા બાળકને પ્રાપ્ત થાય છે. માતાનું દૂધ બલકમે સંપૂર્ણ પોષણ તરફ દોરી જાય છે, જેથી વધતા બાળકોમાં મેટાબોલિઝમ ની જરૂરત પૂર્ણ થાય છે. સ્તનપાનને કારણે બાળકનો માનસિક તેમજ સામાજિક વિકાસ થાય છે. 


         ડેરી ખોરાક, રાગી, રેઝિન ખોરાકમાં શામેલ કરવા જોઈએ. શ્રુતિ શર્માના જણાવ્યા અનુસાર ઓછી ચરબીયુક્ત દૂધ ઉત્પાદનો, દહીં, પનીર આરોગવા માટે બાળકો ને પ્રોત્સાહિત કરવા જોઈએ. બાળકોના દૈનિક આહારમાં લોહ હોવું એ મહત્વનું છે જેથી તેમના મગજનો યોગ્ય રીતે વિકાસ થાય. હાડકા અને સ્નાયુઓની યોગ્ય વૃદ્ધિ માટે કેલ્શિયમ ખૂબ મહત્વનું છે. તેથી રાગી, દહીં વગેરે ખાદ્યપદાર્થો માંથી મળે છે. તેમણે જણાવ્યું હતું કે અતિશય મીઠો ખોરાક અને હળવા પીણા આરોગ્યની ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter