ગર્ભાવસ્થામાં પણ આ રીતે રાખો ત્વચાની સંભાળ, સ્ટ્રેચમાર્ક્સ અને ખીલ ચપટી વગાડતાં થઇ જશે દૂર

ગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રની શરીરમાં ઘણા પ્રકારના બદલાવ થાય છે. તે સમયે પણ સ્કીનની સંભાળ લેવી ખૂબ જરૂરી છે. આ અવસ્થામાં પણ સ્ત્રીઓ સુંદર અને આકર્ષક દેખાય તે માટે કેટલાક પ્રયત્નો કરવા જોઇએ. ગર્ભાવસ્થામાં મહિલાના હોર્મોન્સમાં અલગ જ બદલાવ આવે છે. જેના લીધે ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળે છે.

ઘણી સ્ત્રીઓને સમસ્યા પણ થાય છે. જેમકે સ્ટેચમાર્ક્સ, ખીલ, પિંગ્મીન્ટેશન વગેરે. બાળકને જન્મ આપ્યા બાદ ચામડી ઢીલી થઇ જવી તેવી સમસ્યાઓ પણ થાય છે. આવા સમયે કેવી રીતે તમારી સ્કીનનુ ધ્યાન રાખશો. ચાલો જાણીએ કે ગર્ભાવસ્થામાં પણ સ્ત્રીઓ કેવી રીતે પોતાની ત્વચાની માવજત કરી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન ખંજવાળ આવવાની સમસ્યા રહે છે. તેને દૂર કરવા માટે હેવી લોશન લગાવવું જોઇએ . જો તેનાથી પણ ફરક ના પડે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

ભ્રુણના વિકાસ બાદ માતાના પેટની ચામડી પણ ખેંચાય છે. જેના લીધે સ્ટેચમાર્ક આવી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું વજન વધવુ સામાન્ય બાબત છે. 11 થી 12 કિલો વજન વધે તો નોર્મલ ગણવામાં આવે છે. જે સ્ત્રીનું વજન 20 કિલો કરતા વધી જાય તેમને સ્ટ્રેચમાર્ક થવાની સંભાવનાઓ વધી જાય છે. દુનિયામાં એવો કોઇ ઉપાય નથી જેનાથી આ માર્ક હંમેશા માટે જતા રહે પરંતુ વિટામીન ઇ યુક્ત ક્રિમથી તેને ઓછા કરી શકાય છે.

જ્યારે તમને પિંમ્પલ થાય છે ત્યારે ડોક્ટરની સલાહ અનુસાર તેની જવા કરાવવી જોઇએ. જો ડિલિવરી બાદ પણ આ પિંમ્પલ રહેશે તો તેને દૂર કરવા મુશ્કેલ છે.

આ રીતે તમે ગર્ભાવસ્થામાં પણ તમારી સુંદરતાનું ધ્યાન રાખી શકો છો અને તેની માવજત કરી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter