GSTV

ગરમીનો કાળો કેર : રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઇ

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગરમી કાળો કેર વર્તાવી રહી છે ત્યારે માનવી સાથે વન્ય પ્રાણીઓ પણ ગરમીથી વ્યાકુળ છે. જેથી રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે.

રાજકોટનો પ્રદ્યુમ્ન પાર્ક એક એવું સ્થળ. જે બન્યુ છે 40 જેટલી વિવિધ પ્રજાતિના 250થી વધુ પ્રાણીઓનું નિવાસ સ્થાન. પરંતુ કાળઝાળ ગરમીથી બચાવવા આ વન્ય પ્રાણીઓ માટે કરાઇ છે વિશેષ વ્યવસ્થા. જેમાં વાનર અને રીંછ માટે ખાસ બરફ કેન્ડી, તો રીંછને માટે પાણીનો કુંડ, તો સિંહ  વાઘ , સહિતના પ્રાણીઓ માટે સ્પ્રિંકલ ઘાસની છાંયડી તૈયાર કરાઇ છે. તો ઇમુ પક્ષીતો પાણીના ફુવારાની મોજ માણે છે. આ ઉપરાંત પક્ષીઓ માટે ખાસ લીલોતરી અને વેલ સાથેની ઝૂંપડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેથી પક્ષીઓના કલરવની સાથે કૂલ કૂલ ઇફેકટ આપનારી છે.

ઉનાળુ વેકેશનમાં મોજ માણવા મોટી સંખ્યામાં બાળકો પણ ઝૂ ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મુલાકાતીઓ માટે પણ ખાસ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં સિંહ , સફેદ વાઘ , વરુ , શિયાળ ,દીપડો , વાનર , હિમાલયન રીછ, હોગ ડિયર, તેમજ અલગ-અલગ પ્રજાતિના બતક સહિતના કુલ 250થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે ત્યારે પ્રદ્યુમન પાર્કમાં હવે વનના રાજાની સાથે જાણે મુલાકાતે આવતા બાળ રાજાઓ પણ ખુશ દેખાશે તેમાં કોઇ શંકા નથી.

Related posts

પંજાબઃ રાવણ દહન સમયે દુર્ઘટના ઘટી, આગ લાગતા થયો બ્લાસ્ટ

Mansi Patel

વિજયા દશમીના પર્વે વડોદરાના રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Nilesh Jethva

રેલીમાં મુર્દાબાદના નારા લાગતા ભડક્યાં નીતિશ કુમાર, જેના જિંદાબાદના નારા લગાવી રહ્યાં છો તેને સાંભળવા જાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!