GSTV
Home » News » ગણેશ ચતુર્થી: આજે ગણપતિની સ્થાપના અને 5 સપ્ટેમ્બરના રોજ વિસર્જન, વાચો ચોઘડિયા, પૂજાની વિધિ

ગણેશ ચતુર્થી: આજે ગણપતિની સ્થાપના અને 5 સપ્ટેમ્બરના રોજ વિસર્જન, વાચો ચોઘડિયા, પૂજાની વિધિ

ગણપતિની મૂર્તિ ઘરે લાવવામાં આવે અને સંપૂર્ણ વિધી-વિધાનથી પૂજા કરવામાં આવે તો તેનો ખાસ લાભ મળે છે.

25મી ઑગસ્ટના રોજ ગણપતિ બાપાની મૂર્તિ ઘરે લાવવાનું ખાસ મૂહુર્ત સવારે 8:30થી 10:30 સુધી.

આ સમય પણ બાપાની મૂર્તિની સ્થાપના માટે શુભ રહેશે ત્યારબાદ બપોરે 1:10 થી 2:50 સુધી ચોઘડિયા અને સ્થિર લગ્ન છે. આ પણ બાપાની સ્થાપના માટે શુભ સમય છે. ત્યારબાદ ગણપતિ સ્થાપના માટે અભિજીત મૂહુર્ત શુભ છે. જે બપોરે 12:15થી બપોરે 1:00 વાગ્યા સુધી છે.

પૂજાની વિધિ :

સૌથી પહેલા દિવો પ્રગટાવવો

ગણપતિજીને જળ ચડાવી અને આચમન કરવું.

મૂર્તિ પર જળનો છંટકાવ કરવો.

ભગવાનને ફુલનું આસન અર્પણ કરવું.

પૂજા માટે સંકલ્પ કરવો અને ગણેશજીનું ધ્યાન ધરવું

ચોખા ચડાવી મૂર્તિનું પ્રતિષ્ઠાપન કરવું અને દુર્વાથી જળનો છંટકાવ કરવો.

ભગવાનને વસ્ત્ર અને જનોઈ ચડાવવી.

ફુલ ચડાવી અને સુગંધિત ધૂપ કરવો.

મોદકનો પ્રસાદ ધરાવી અને ગણેશજીની આરતી કરવી.

અંતે ગણેશજી સમક્ષ હાથ જોડી ભુલ-ચુક માટે ક્ષમા-યાચના કરવી.

શ્રદ્ધા અનુસાર ‘ઓમ ગં ગણપતયે નમ:’ મંત્રની માળા કરવી.

ગણપતિ સ્થાપનાના દિવસે ચંદ્ર દર્શન મનાઇ છે. માન્યતા છે કે આ દિવસે ચાંદના દર્શન કરવાથી દોષ અને કલંક લાગે છે. કારણ કે ચંદ્રમાએ ગણપતિની મજાક કરી હતી અને ક્રોધિત કરીને બાપાએ ચંદ્રમાને ક્ષય થવાનો શ્રાપ આપ્યો હતો.

 

Related posts

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના સીએમ, એનસીપી અને કોંગ્રેસની પણ લીલીઝંડી

Karan

IND vs BAN : પિન્ક ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમ 106 રન પર ઓલઆઉટ, બોલર્સનું ધમાકેદાર પ્રદર્શન

pratik shah

શિવસેનાની સરકાર બને પહેલાં નીતિન ગડકરીની આવી પ્રતિક્રિયા, કરી દીધી આ ભવિષ્યવાણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!