GSTV
Home » News » ગણેશજીને પ્રસન્ન કરવા મંગળવારે કરો આ ઉપાય, ખુશ થઈને પૂરી કરશે દરેક ખેવના

ગણેશજીને પ્રસન્ન કરવા મંગળવારે કરો આ ઉપાય, ખુશ થઈને પૂરી કરશે દરેક ખેવના

મંગળવારે જો ભગવાન શ્રીગણેશની વિધિ-વિધાન સાથે પૂજા કરી અમુક વિશેષ ઉપાય કરવામાં આવે તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

ભગવાન શ્રીગણેશને ખુશ કરવાના ઉપાય આ રીતે છે

શાસ્ત્રોમાં ભગવાન ગણેશનું અભિષેક કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. બુધવારના દિવસે ભગવાન ગણેશનું અભિષેક કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે તમારે શુદ્ધ પાણીથી ગણેશજીનું અભિષેક કરવું જોઇએ. સાથે જ, ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરવો જોઇએ. ત્યાર પછી માવાના લાડુનો પ્રસાદ ધરાવી ભક્તોમાં વેંચવો.

જો તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી રહી છે, તો તમારે ચોથના દિવસે હાથીને લીલું ઘાસ ખવડાવવું જોઇએ અને ગણેશ મંદિર જઈને ગણેશ ભગવાન સામે મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી જોઇએ. જેનાથી તમારા જીવનની મુશ્કેલીઓ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.

ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારી યંત્ર છે. ચોથના દિવસે ઘરમાં તેની સ્થાપના કરવી. ચોથના દિવસે આ યંત્રની સ્થાપના તથા પૂજા કરવાથી ખૂબ લાભ પ્રાપ્ત થાય છે. આ યંત્રના ઘરમાં રહેવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરતી નથી.

જો તમને ધનની ઈચ્છા હોય તો તેના માટે તમે ચોથના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન ગણેશને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ગોળનો પ્રસાદ ધરાવો. થોડી વાર પછી ઘી તથા ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.

ચોથના દિવસે સ્નાન કરીને નજીકના કોઈ ગણેશ મંદિર જઈ ભગવાન ગણેશને 21 ગોળની ભેલી સાથે દૂર્વા રાખીને ચડાવો. આ ઉપાય કરવાથી ગણેશ પોતાના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે.

Related posts

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Nilesh Jethva

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada

કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!