ખોડિયાર જયંતીને લઈને તમામ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે ખોડિયાર જ્યંતીને લઈને શહેરના આશ્રમ રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ ખોડિયાર જ્યંતીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ખોડિયાર જ્યંતી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 221 કિલોની કેક કાપવામાં આવી હતી .અને માતાજીની જન્મજયંતી હોવાથી મંદિર પરિસરમાં ગરબાનું પણ આયોજન કરાયું હતું.