GSTV
Uncategorized

ખુશહાલ રિલેશનશીપ માટે યુવાનોએ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો….

very good relationships

ઘણી વાર ખૂબ જ સારા લાગતા સંબંધો સમય સાથે બદલાવા લાગે છે. સાથી તમારી  સાથે  પહેલાની રીતે વર્તતા નથી અને તમારું  સન્માન પણ નથી કરતા. તમને  તેમના વર્તનથી  દુ:ખ પહોંચવા  લાગે છે. જો  પરિસ્થિતિ વધારે વણસવા  લાગે તો વાતચીત દ્વારા સમસ્યાને  સમાપ્ત  કરવાનો પ્રયત્ન કરો 

નિષ્ણાતોના  મતે  દરેક શાળાઓએ  બાળકને  શીખવવું  અતિઆવશ્યક  છે કે લગ્ન એ જીવનનો સૌથી  મહત્ત્વપૂર્ણ  નિર્ણય  છે અને તે નિર્ણય  યોગ્ય રીતે કેવી રીતે લઈ શકાય તે પણ શીખવવું  આવશ્યક  છે.  

સર્વે  પ્રમાણે યુવાનો  રિલેશનશીપમાં ખૂબ જ સંઘર્ષ  કરતા હોય છે અને વાલીઓ  પણ આ બાબતે વાત કરતા  ખૂબ જ સંકોચ  કરતાં હોય છે. ખાસ કરીને  ત્યારે  જ્યારે તેઓએ  સંબંધોમાં  આટાપાટા  અનુભવ્યા  હોય છે. 

એ વાત તદ્ન સાચ્ચી  છે કે કિશોરોને અપાતા  રિલેશનશીપના  શિક્ષણની  તેમ જ  સેક્સ એજ્યુકેશનને  કારણે  તેમને સાચા-ખોટાની, સારા-નરસાની  સમજણ આપે   છે એટલું જ નહીં તોે રિલેશનશીપમાં બાધ્ય  બનનારી ભવિષ્યની  કેટલીક  બાબતોેની  પણ જાણકારી  આપે  છે.  આમ  આવા પ્રકારના  શિક્ષણથી  કિશોરાવસ્થાના યુવાનોએ  સંબંધોના  આટાપાટા  સમજવામાં સરળતા રહે  છે.

એકબીજા  સાથે જોેડાતા  પહેલા આમ તો યુવાનો  ઘણા પાસાઓ  વિચારતા હોય  છે કે તેમ  છતાં  નીચેની કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખવી પણ અતિઆવશ્યક  છે. 

આર્થિક પાસુ, જેમાં  તમે એકબીજાની  બચાવવાની  કે પછી વાપરવાની બાબત જાણી ભવિષ્યની  યોજના  બનાવી શકો. 

પારિવારિક પાસુ, જેમા  તમે જાણી શકો કે તમે પરિવાર સાથે કેટલો સમય વ્યતીત કરવા ઈચ્છો છો,.

મિત્રતાનું  પાસું, જેમાં તમે પોતપોતાના મિત્રો સાથે કેટલો સમય વિતાવવા  ઈચ્છો છો અને તેમની સાથે કેટલી નિકટતા  કેળવો છે. 

મનોરંજન પાસુ, તમારી મનોરંજનની પરિભાષા  અને અપેક્ષા  શી છે અને રોેજિંદા  જીવનમાં  તમે તે માટે કેટલો સમય  ફાળવો  છો. શારીરિક  અનુકુળતાનું  પાસુ જેમાં  તમે એકબીજા  સાથે શારીરિક દ્રષ્ટિએ કઈ રીતે અનુકૂળ  છો તે જાણી શકો.

લગ્ન રિલેશનશીપની સમસ્યાઓનો હલ નહીં  લાવે
એક  વાત  તમારે દરેકે દરેક  સંબંધમાં  હોય ત્યારે  ખાસ ધ્યાનમાં રાખવાની  આવશ્યક્તા  છે અને  તે એટલે કે તમારા  રિલેશનશીપમાં  ઘણી સમસ્યાઓ  હશે તો લગ્ન એ કાંઈ તેનો  ઉપાય નથી. 

કારણ  તેનાથી  તમારી સમસ્યાઓનો કોઈ જ  હલ નહીં આવે.  તેનો હલ  લાવવા  તમારે જાતે જ પ્રયાસ કરવા પડશે.  ઉદાહરણ તરીકે ધારો કે તમારા સાથીને વ્યસન  છે  તો તમે તમારા  પ્રેમથી  તેનું વ્યસન  લગ્નબાદ  પણ નહીં જ છોડાવી  શકો.   

તમને  લગ્ન  પહેલા વ્યક્તિનું જે વ્યક્તિત્વ  મળે  છે તે જ લગ્નબાદ પણ મળશે.  વ્યક્તિમાં  લગ્નબાદ  ચમત્કારિક  પરિવર્તનતની અપેક્ષા  રાખવી વ્યર્થ  જ છે.  જો તેઓ અયોગ્ય , અનાદર  કરતા અને અવિશ્વસનીય   છે તો  લગ્ન બાદ  તેમાં  પરિવર્તન આવવાની સંભાવના  નહીવત  છે. તમે જ્યાર સુધી  આવી સમસ્યાઓનું  સાથે મળીને નિરાકરણ  કરવાના પ્રયાસ નહીં કરો ત્યાં સુધી તેનું સમાધાન  આવશે નહીં.

વાતો કરો અને  સાંભળો 
ઘણા  લોકોને કોઈ  બાબતના  અસ્વીકારનો ભય સતાવતો હોય  છે તેથી તેઓ  તેમના સાથીને  તેમની આવશ્યક્તાઓ કહેતા ડરતા હોય છે. તે સિવાય  ઘણા  લોકોને  એવો આત્મવિશ્વાસ  હોય  છે કે તેઓ સામેવાળાના  મનની વાત  સરળતાથી  સમજી  શકે  છે. પરંતુ આ  બધા દંભ આચરવામાં  તેઓ  તેમના સાથીની  વાત સાંભળતા જ નથી.  તેથી  રિલેશનશીપ બોલવા  અને સાંભળવાનું અદકેરુ મહત્ત્વ  છે.

લગ્નબાદ માત્ર  ખુશીની  અપેક્ષા ન રાખો
ઘણા  લોકો લગ્ન માટે  એટલા આતુર હોય  છે કે તે દિવસને ખાસ બનાવવા  જતા  લગ્ન બાદ મુશ્કેલીમાં  ફસાતા હોય છે.  હા લગ્ન બાદ ઘણી  ખુશીઓ તો મળે જ  છે. પરંતુ તે સમયે હવામાં  ન ઉડતા  કેટલીક સમસ્યાઓનો  પણ અડગતાથી  સામનો કરવા  સજ્જ  રહેવું  પણ આવશ્યક  છે.

સ્વાભિમાનને સદૈવ  પુષ્ટ રાખો 
યુવાનોએ  સદૈવ  ધ્યાનમાં રાખવું આવશ્યક  છે કે તેમનું  સ્વાભિમાન  રિલેશનશીપને ટકાવવા  માટે  અતિ આવશ્યક  છે  આ ઉમરમાં  માનસિકતાણ  તણાવમાં રહેતા  યુવાનોને ખૂબ જ સંઘર્ષનો  સામનો કરવો  પડતો  હોય છે. અને ઘણી  વાર સાથ સહકારની  આવશ્યક્તા  પડતી  હોય છે.  તેમાં સ્વયં  પર વિશ્વાસ  અને સ્વાભિમાન  હોવું અતિ આવશ્યક  છે કે તેઓ સંબંધિત  વ્યક્તિ સાથે સફળતાપૂર્વક  આગળ વધી શકશે અને જીવનની લડાઈમાં  હારશે નહીં.

તમારા  અને સાથીની  જવાબદારીઓનો  આદર કરો
ઘણા યુવાનોને સ્વાભિમાન અને  આદરનો ભેદ સમજાતો નથી  હોતો  અને સ્વાભિમાનના  અભાવે  તેઓ કોઈ  એક મર્યાદા  નિર્ધારિત કરી શકતા નથી.  ખાસ કરીને જ્યારે  સાથી તેમની સાથે યોગ્ય રીતે ન વર્તતો હોય ત્યારે   તેને તેની સીમા દેખાડવી પણ મુશ્કેલ  થઈ પડે  છે. 

અને  આમા એકબીજાની  જવાબદારીઓનો  આદર કરવો પણ અતિઆવશ્યક  છે. સંબંધ સુધારવા માટે  અને સંબંધ તેમ જ એકબીજાના  હિત માટેની  જવાબદારીનું  વહન કરવુ ંપણ અતિઆવશ્યક  થઈ પડે  છે. આમ સિક્કાની બંને બાજુએ સંબંધોની  સાચવણી આવશ્યક  છે.

તમે તૈયાર  ન હોવ ત્યાર સુધી શારીરિક  સંબંધની  સ્વીકૃતિ ન  આપો
તમે  ઉંમરની  ગમે એટલાની વયમાં  હોય  તેમ છતાં તમારી સંમતિ વગર શારીરિક  સંબંધ બાંધવોે આવશ્યક નથી. તમે તમારા સાથીને  યોગ્ય સમયમાં  ચયન  કરવાનું કહી શકવા  સક્ષમ  હોવ  તે આવશ્યક  છે. તમારે તમારી  સીમા પોતે જ નિર્ધારિત  કરવાની  છે. તે વાત ભૂલશો નહીં.

અપેક્ષાઓને હાવી ન થવા દો
દરેકને  સાથી પાસેથી અમુક પ્રકારની શારીરિક  કે માનસિક  અપેક્ષા  હોય  છે. તે અપેક્ષાઓને તમારા  પર હાવી ન થવા દો.  અને જો તે અપેક્ષા પૂર્ણ ન થાય તો સાથી સાથે મુક્ત રીતે તે બાબતે  ચર્ચા કરો. અને સમસ્યાનું  સમાધાન  લાવવાનો પ્રયત્ન કરો.

બોલેલું પાળતા શીખો
ઘણી  વાર લોકો  પોતે આપેલું વચન  નિભાવવામાં થાપ ખાઈ જતા હોય છે. તેને કારણે સંબંધોમાં  તિરાડ પડવા લાગે છે તો તમે પ્રમાણિક ત રહો અને  હમેશાં  બોલેલું પાડો.  ખોટી  આશા  આપી નિરાશ કરવાથી  સારું જ છે કે સ્પષ્ટવક્તા બનો નહીં તો ભવિષ્યમાં  તમારી આ આદત તમને  બહુ જ કનડશે.

તમારા  માટે યોગ્ય  અયોગ્યની  ઓળખ  ભૂલશો નહીં. ઘણી વાર ખૂબ જ સારા લાગતા સંબંધો સમય સાથે બદલાવા લાગે છે. સાથી તમારી  સાથે  પહેલાની રીતે વર્તતા નથી અને તમારું  સન્માન પણ નથી કરતા  તમને  તેમના વર્તનથી  દુ:ખ પહોંચવા  લાગે છે. 

જો  પરિસ્થિતિ વધારે વણસવા  લાગે તો વાતચીત દ્વારા સમસ્યાને  સમાપ્ત  કરવાનો પ્રયત્ન કરો અને તેમ કરવા છતાં સમસ્યાનું  સમાધાન ન આવે  તો આ સંબંધ તમારા માટે યોગ્ય  નથી  તે  સ્વીકારી  લઈ આ સંબંધથી  બહાર નીકળવું જ યોગ્ય રહેશે.

આમ  ઉપરની કેટલીક  બાબતોને  ધ્યાનમાં રાખવાથી યુવાનોને નડતી  રિલેશનશીપની સમસ્યાોનો પણ ઉકેલ આવશે તેમ જ તેઓ  પણ નિરાશા,  હતાશા અને ડિપ્રેશનથી મુક્ત  રહી ખુશહાલ, આત્મવિશ્વાસ અને સ્વાભિમાનથી  ભરપૂર  જીવનનો  આનંદ ઉપાડી શકશે. 

Read Also

Related posts

ઈર્ષ્યા એ વિજેતા નહીં પણ હારનારના ગુણ છે, વાંચો તેનાથી સંબંધિત 5 મોટા પાઠ

Kaushal Pancholi

પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસ : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ બાદ NIAએ અનેક રાજ્યોમાં 20 સ્થળોએ પાડ્યા છે દરોડા

Kaushal Pancholi

દિવંગત ઈરફાનના પુત્રનું ક્વાલા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ : સ્ટારકિડ હોવા છતાં કામ મેળવવા કરવો પડયો ઘણો સંઘર્ષ

Kaushal Pancholi
GSTV