GSTV
Home » News » ખુશખબર! 7થી 8 રૂપિયા વધુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ, લોકસભા પહેલાં મળશે રાહત

ખુશખબર! 7થી 8 રૂપિયા વધુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ, લોકસભા પહેલાં મળશે રાહત

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં પેટ્રોલ 7થી 8 રૂપિયા વધુ સસ્તું થઈ શકે છે. માર્ચ સુધી 15 ટકા મિથેલોન બ્લેન્ડેડ પેટ્રોલ ટૂંક સમયમાં પેટ્રોલ પંપો પર વેચાવાનું શરૂ થઈ જશે. જોકે, તેના માટે હાલ પેટ્રોલ પંપોને વહેલામાં વહેલી તકે જરૂરી ફેરફાર કરવી પડશે. લોકસભા પહેલાં મોદી સરકાર પેટ્રોલના ભાવ સસ્તા કરવાનો પ્રયાસ કરી રહી છે. ગડકરી અા દિશામાં સતત પ્રયાસો કરી રહ્યાં છે. જેઓએ મુંબઈમાં તો આ બાબતે તૈયારી પણ આદરી હતી. સરકાર ઇલેક્ટ્રીક વ્હિકલ પર ફોકસ કરી રહી છે. આ બાબતેની નિતી પર પેટ્રોલિયમ પ્રધાન અને માર્ગ પરિવહન પ્રધાનની અનેકવાર મીટિંગો પણ થઈ ચૂકી છે. વાહનચાલકો માટે આ સૌથી મોટા સમાચાર છે. પંપો પર એક વધારાનું રિફીલિંગ મશીન હશે. 45 દિવસોમાં 50,000 પંપોમાં ફેરફાર શક્ય છે. નીતિ આયોગની આગામી સપ્તાહે બેઠક મળશે જેમાં મિથેલોનની ઉપલબ્ધતા વધારવા પર ચર્ચા થશે. આ મુદ્દે તેલ કંપનીઓ અને તમામ સ્ટેક હોલ્ડર્સની સાથે બેઠક થશે. નીતિ આયોગ મુજબ, પંપો પર ફેરફારની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

ક્યારથી મળશે સસ્તું પેટ્રોલ?

મિથેલોનથી ગાડીઓ ચલાવવાની તૈયાર પર ઝડપથી કામ થઈ રહ્યું છે. 15 ટકા મિથેલોન મેળવેલા પેટ્રોલથી ગાડીઓ ચાલવી શરૂ થઈ ગઈ છે. મિથેલોન મેળવેલું પેટ્રોલ 7-8 રૂપિયા સુધી સસ્તું થશે. 45 દિવસમાં 50,000 પંપોમાં ફેરફાર થશે. માર્ચ સુધી 15 ટકા મિથેલોન બ્લેન્ડેડ પેટ્રોલ ટૂંક સમયમાં પેટ્રોલ પંપો પર વેચાવાનું શરૂ થઈ જશે. આ પેટ્રોલ પંપને લગાવવા પર 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. સસ્તું પેટ્રોલ મેળવવા લાઇનો લાગશે એ પેટ્રોલપંપ માલિકો સારી રીતે જાણતા હોવાથી તેઓ પણ ઉતાવળ કરશે એ નક્કી છે.

ક્યાંથી આવશે મિથેલોન?

સ્થાનિક ઉત્પાદન વધારવા અને ઇમ્પોર્ટ પર સરકારનું ફોકસ છે. RCF (રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર), GNFC (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન) અને આસામ પેટ્રોકેમિકલ જેવી કંપનીઓ ક્ષમતા વિસ્તારની તૈયારી પૂરી કરી ચૂકી છે. જોકે, એક સાથે મોટા તબક્કામાં મિથેલોન મળવું એ મુશ્કેલી છે. એટલે એકાએક દરેક વ્યક્તિને સસ્તું પેટ્રોલ મળે તેવી સંભાવના પણ ઓછી છે. સરકાર તબક્કાવાર આ આયોજનને આગળ ધપાવશે. આ ઈંધણ માટે ગાડીમાં પણ સામાન્ય ફેરફારનો અવકાશ છે.

શેરડીમાંથી બને છે ઇથેલોન

ઇથેલોન શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2003માં ભારતમાં પેટ્રોલમાં 5 ટકા ઇથેલોન મિક્સિંગને અનિવાર્ય કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા, વિદેશી કરન્સીની બચત અને ખેડૂતોનો ફાયદો. હાલમાં 10 ટકા સુધી બ્લેન્ડિંગ કરવામાં આવે છે.

ભારત જો મિથેનોલ અપનાવે  છે તો લગભગ 19 રૂપિયા પ્રતિ લિટરના ખર્ચ પર પોતાનું સ્વદેશી ઇંધણ બની શકે છે. જે કોઇ પણ ઇંધણ કરતા 30 ટકા સસ્તુ હોઇ શકે છે. મિથેનોલ ઇંધણથી પર્યાવરણને ફાયદો થઇ શકે છે. તે સિવાય શહેરોમાં વધતા પ્રદુષણથી પણ રાહત મળી શકે છે. આગામી પાંચથી સાતવર્ષમાં ડિઝલના વપરાશમાં ઓછામાં ઓછો 20 ટકાનો ઘટાડો થઇ શકે છે. જેના પરિણામ સ્વરૂપ સરકારને વાર્ષિક 26000 કરોડ રૂપિયાની બચત થશે.

Related posts

ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે હોલટિકિટ ખોવાય જાય તો પણ નહીં આવે વાંધો

Mayur

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત : 21 ઓક્ટોબરે મતદાન, 24 ઓક્ટોબરે મતગણતરી

Mayur

‘પોલીસ આવે કે મીલેટરી હું કોઇનાથી ડરતો નથી’ ફ્લિપકાર્ટમાંથી ગ્રાહકે રિફંડ લેવા સામાન મંગાવી પૈસા જ ન આપ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!