GSTV
Home » News » ખાડી ક્ષેત્રમાં તણાવમાં થયો વધારો, બ્રિટીશ યુદ્ધ જહાજોએ કરવો પડ્યો હસ્તક્ષેપ

ખાડી ક્ષેત્રમાં તણાવમાં થયો વધારો, બ્રિટીશ યુદ્ધ જહાજોએ કરવો પડ્યો હસ્તક્ષેપ

ખાડી ક્ષેત્રમાં તણાવ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. બ્રિટન સરકારે ગુરૂવારે કહ્યું કે ઇરાનના ત્રણ યુદ્ધ જહાજોએ ખાડીના સમુદ્ર વિસ્તારમાં એક બ્રિટીશ ટેંકરનો માર્ગ બાધિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેના યુદ્ધ જહાજને હસ્તક્ષેપ કરવો પડ્યો. બ્રિટીશ સરકારે આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે.

બ્રિટને એક નિવેદનમાં જણાવ્યું કે આતંરરાષ્ટ્રીય કાયદાની વિપરીત ત્રણ ઇરાની જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ મારફત વાણિજ્યિક જહાજ બ્રિટીશ હેરિટેજનો માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો છે. જે બાદ HMS મોંટ્રોસે ઇરાની જહાજો અને બ્રિટીશ હેરીટેઝની વચ્ચે પોતાને લાવવું પડ્યું.. જે બાદ ઇરાનના જહાજોને મૌખિક ચેતવણી અપાતા તેઓ ખસી ગયા હતા. બ્રિટીશ સરકારે કહ્યું છે કે તેઓ આ કાર્યવાહીથી ચિંતિત છે. અને ઇરાનના અધિકારીઓને તણાવની સ્થિતિ ઓછી કરવાનો આગ્રહ કરે છે.

READ ALSO

Related posts

મોદી સરકારે આમ આદમીને આપ્યો વધુ એક ઝાટકો, ફ્રીમાં નહી મળે વીજળી, યુઝ કરતાં પહેલાં જ ચુકવવા પડશે રૂપિયા

Bansari

પ્રિયંકા ચોપરાએ ગાયું જોનસ બ્રધર્સનું Sucker સોન્ગ, નિકે આપ્યો આ રીતે સાથ

Dharika Jansari

આસામમાં પૂરના કારણે જનજીનન હાલ-બેહાલ, 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં…42 લાખથી વધુ લોકો પ્રભાવિત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!