GSTV
Home » News » ખાટૂ સ્ટેશન પર ટ્રેન નહી રોકનારા એન્જિન ચાલકો જિંદગી પસ્તાશે, રેલવેએ કરી આ સજા

ખાટૂ સ્ટેશન પર ટ્રેન નહી રોકનારા એન્જિન ચાલકો જિંદગી પસ્તાશે, રેલવેએ કરી આ સજા

રેલવે ટ્રેન ચલાવનાર બે લોકો પાયલટને રેલવે દ્વારા અભૂતપૂર્વ સજા કરવામાં આવી છે. રાજસ્થાનના ખાટૂ સ્ટેશન પર ટ્રેન નહી રોકનારા એન્જિન ચાલકો હવે આખી જિંદગી પેસેન્જર ટ્રેન નહી ચલાવી શકે. ગત 25 ફેબ્રુઆરીએ જોધપરુથી રવાના થયેલી ટ્રેનને અબ્દુલ વહીદ અને ઓમકાર કટરિયા ચલાવી રહ્યા હતા. ગુજરાતમાં આ પ્રકારે બસના ચાલકો પણ સ્ટેશન પર બસો ઉભી રાખતા નથી. જે પ્રકારે રેલવેએ કાર્યવાહી કરી આ પ્રકારે ગુજરાત એસટી નિગમે પણ કાર્યવાહી કરવાની જરૂર છે.

bomb in train

સ્ટેશન પર ટ્રેન ઉભી રહેવાની જગ્યાએ પૂરઝડપે નીકળી ગઈ હતી

રસ્તામાં આવતા ખાટૂ સ્ટેશન પર લોકો આ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેનમાં બેઠેલા કેટલાક મુસાફરોને પણ આ સ્ટેશન પર ઉતરવાનું હતું. સ્ટેશન પર ટ્રેન ઉભી રહેવાની જગ્યાએ પૂરઝડપે નીકળી ગઈ હતી. લગભગ 10 કિમી દુર ગયા બાદ એન્જિન ચાલકોને ભૂલની ખબર પડી હતી. ત્યારે તેમણે ટ્રેન રોકી હતી. બાદમાં તેઓ સ્ટેશન સુધી ટ્રેન પાછળ લઈ ગયા હતા. એ પછી રેલવે દ્વારા તપાસ કમિટી બેસાડવામાં આવી હતી. કમિટીએ એન્જિન ચાલકોને જીવન ભર માત્ર એન્જિન ચલાવવાની અને ટ્રેનોનું શંટિંગ કરવાની સજા આપી દીધી છે.

Related posts

બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

Alpesh karena

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!