GSTV
Home » News » ખંડણી ઉઘરાવતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી

ખંડણી ઉઘરાવતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી

સુરતમાં મહિલાઓની અશ્લિલ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જમણે અલગ-અલગ પ્રકારે 8 વ્યક્તિઓ પાસેથી ખંડણીની માંગ કરી હતી.

કતારગામના ફરિયાદીના જણાવ્યા મુજબ, અજાણ્યા લોકોએ તેમની પુત્રીનો કથિત અશ્લિલ વીડિયો અપલોડ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતુ ફરિયાદીની પુત્રીએ આવી કોઇ ઘટના બની ન હોવાનું જણાવતા ફરિયાદીએ આ મામલે પોલીસને જાણ કરી હતી. આથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની કોલ ડિટેલના આધારે જીજ્ઞેશ, દિવ્યેશ અને નીરવ નામના ત્રણ શખ્શોની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે તેમની પાસેથી 6 મોબાઇલ ફોન તેમજ ડમી સીમ કાર્ડ કબજે કર્યા છે. જો કે આરોપીઓ પાસેથી કોઇ પણ અશ્લિલ ક્લીપ કે વિડીયો મળી આવ્યા નથી. ઝડપાયેલ તમામ આરોપીઓ નવસારી જિલ્લાના રહેવાસી છે.

Related posts

પાટણમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ, કેનાલનું પાણી આ રીતે બન્યું છે મુશ્કેલી

Arohi

વાહનની ડુપ્લિકેટ HSRP નંબર પ્લેટ કૌભાંડ : વધુ એક આરોપી ઝડપાયો

Arohi

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!