ક્યારેય નહી રહે બરકત, જો ઘરમાં હશે આ વાસ્તુદોષ

તમારુંકમાયેલું ધન તમારી પાસે ટકીને રહેતું નથી? ખૂબજ મહેનત કરીને કમાયેલા તમારા પૈસા હાથમાં આવતાની સાથે જ વપરાઈ જાય છે? ચિંતાકરશો નહીં. આ એક સામાન્ય લાગણી અને ફરિયાદ છે કે ચાહે ગમે તેટલા પૈસા કમાવી લોપરંતુ તે ખૂબ જ ઝડપથી વપરાઈ જાય છે. જ્યારે ખર્ચ કરવામાં આવેલા પૈસાનો હિસાબકરવામાં આવે ત્યારે ખબર પડે છે કે પૈસા એવી વસ્તુઓની પાછળ વપરાયા છે જેની કોઈ જરૂરજ નહોતી. જો તમે વાસ્તુ શાસ્ત્ર વિષે જાણતા હોવ તો સમજશો કે ઘણી વાર ઘરનો વાસ્તુદોષ વ્યક્તિને કંગાળ બનાવી દેતી હોય છે. આપણે જ આપણા ઘરમાં એવા ઘણા કામ કરતા હોઈએછીએ જે વાસ્તુ દોષનું કારણ બનતા હોય છે.

પાણીનો નિકાલ
જે રીતે ટપકતો નળ વાસ્તુ દોષનું કારણ બને છે તે જ રીતે પાણીનો ખોટી દિશામાં કરવામાં આવેલો નિકાલ પણ અશુભ ગણાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પાણીનો નિકાલ ઘણી વસ્તુઓને અસર કરતું હોય છે. જેમના ઘરમાં પાણીનો નિકાલ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય છે તેમને આર્થિક સમસ્યાઓ સાથે અન્ય ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઉત્તર દિશા અથવા પૂર્વ દિશામાં કરવામાં આવેલો પાણીનો નિકાલ આર્થિક દ્રષ્ટીએ શુભ હોય છે. માટે ઘર બનાવતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

પૈસા રાખવાની દિશા
સૌથી પહેલા એ જગ્યાની વાત જ્યાં આપણે આપણી મહેનતની કમાણી રાખતા હોઈએ છીએ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આપણું કમાયેલું ધન ઘરની શ્રેષ્ઠ દિશામાં જ હોવું જોઈએ. આ ઘન મૂકવા માટે ભલે તિજોરી અથવા કબાટનો ઉપયોગ કરવામાં આવે પરંતુ વાસ્તુ પ્રમાણે તિજોરીનું મોઢું હંમેશા ઉત્તર દિશામાં હોવું જોઈએ. જો ભૂલમાંથી પણ તેનું મોઢું દક્ષિણ દિશામાં કરી દેવામાં આવે તો તે દિશા કમાયેલા ધનને ખાઈ જાય છે. ઉત્તર દિશામાં જો પૈસાની તિજોરી હોય તો તે ધનની વુદ્ધિ કરે છે, ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે અને આર્થિક નુક્સાનથી પણ બચાવે છે.

નળમાંથી પાણી ટપકવું
ઘરનાં નળ ખરાબ હોવા, તેમાથી પાણી ટપકવું, આમ જોવામાં આવે તો આ બધી સામાન્ય બાબતો છે પરંતુ વાસ્તુની દ્રષ્ટીએ તે જોખમી છે. તે આર્થિક નુક્સાન દર્શાવે છે. વાસ્તુનાં નિયમ પ્રમાણે નળમાંથી પાણી ટપકતું રહેવું ધીરે-ધીરે પૈસા વપરાવવાનો સંકેત હોય છે માટે નળ ખરાબ થાય એટલે તરત જે તેને બદલી નાંખવા જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter