GSTV
Home » News » ક્યાં સુધી આવું કરશો મોદી સાહેબ? દેશને ગુમરાહ કરવાનું બંધ કરો

ક્યાં સુધી આવું કરશો મોદી સાહેબ? દેશને ગુમરાહ કરવાનું બંધ કરો

PM modi

સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ પુરજોશમાં છે. જો કે લોકસભાની સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ થઇ રહિ છે. વર્તમાન સમયમાં જમ્મુ-કાશ્મીર વિધઆનસભાનું વિસર્જન કરી દેવાયું છે. ત્યારે નેશનલ કોન્ફરન્સનાં વડા અને પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. એર સ્ટ્રાઇક મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ગુમરાહ કરી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સનાં નેતા ફારૂખ અબ્દુલ્લાએ શ્રીનગરમાં જનસભા સંબોધતા પાકિસ્તાનનાં F-16 વિમાનનો મુદો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે, અમેરિકાએ એવો દાવો કર્યો કે, પાકિસ્તાનના તમામ F-16 વિમાન સલામત છે. પાકિસ્તાનનું એક પણ વિમાન તોડવામાં આવ્યુ નથી. આ મામલે મોદીજી દેશમાં જુઠ્ઠાણુ ફેલાવી રહ્યા છે.

દેશમાં મોદીજી એર સ્ટ્રાઈકના નામે રાજીનીતિ કરી રહ્યા હોવાનો આરોપ ફારૂખ અબ્દુલ્લાએ લગાવતા કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં અનેક લોકો મરી રહ્યા છે. મોદી સરકારની અયોગ્ય નીતિના કારણે આજે જમ્મુ કાશ્મીરની સ્થિતિ વધારે વિકટ બની છે. ફારૂખ અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યુ કે, મોદી સરાકરે 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજ સુધી કોઈના બેંક ખાતામાં રૂપિયા આવ્યા નથી. મોદી સરકારે  માત્ર  વાયદા કરી દેશમાં સત્તા હાસલ કરી. જેથી  લોકસભામાં દેશની જનતા ભાજપને જવાબ આપવાની છે.

READ ALSO 

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!