GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોહલીની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું, આ પુરસ્કાર મેળવીને તેંડુલકર જેવા દિગ્ગજના ક્લબમાં થયો સામેલ

virat kohali

તાજેતરમાં જ આઇસીસીના ક્રિકેટ ઑફ ધ યરની સાથે સાથે વન ડે અને ટેસ્ટ પ્લેયર ઑફ ધ યર બન્યા બાદ વિરાટ કોહલીને વધુ એક મોટો પુરસ્કાર મળ્યો છે. ખેલ પત્રિકા સ્પોર્ટસ્ટારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના સ્પોર્ટમેન ઑફ ધ યરના પુરસ્કારથી સન્માનિત કર્યો છે.

સ્પોર્ટસ્ટાર મેગેઝીનના બ્રાન્ડ એમ્બેસેડર તથા દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ને કોહલીને આ પ્રતિષ્ઠીત પુરસ્કાર એનાયત કર્યો અને ભવિષ્ય માટે તેને શુભેચ્છાઓ પાઠવી. આ પુરસ્કાર ભારતીય ખેલના ક્ષેત્રમાં સફળતાઓ અને ખેલના ક્ષેત્રમાં દિગ્ગજોના સંઘર્ષ માટે માટે એનાયત કરવામાં આવે છે.

કોહલી ઉપરાંત જસપ્રીત બુમરાહને પણ આ પુરસ્કાર સાથે નવાજવામાં આવ્યો છે. કોહલી અને બુમરાહ પહેલાં આ પુરસ્કાર સચિન તેંડુલકર, વિશ્વનાથ આનંદ અને લિએન્ડર પેસ જેવા દિગ્ગજોને પણ મળી ચુક્યો છે. પુરસ્કાર સિલેક્શન કમિટીમાં પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવાસ્કર, એમએમ સોમાયા, અંજૂ બોબી જ્યોર્જ, અંજલિ ભાગવત અને હિન્દુ ગ્રુપ પબ્લિશીંગના ચેરમેન એન રામ સામેલ હતા.

કોહલીની કેપ્ટન્સીમાં ભારતે પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતી છે. વોર્ને કહ્યું કે, વિરાટ વિશ્વ માટે એક પ્રેરણાદાયક ક્રિકેટર છે. કોહલી તે જ કરે છે જે તેનું દિલ કહે છે અને જેમાં તેને વિશ્વાસ છે. આ પુરસ્કાર માટે હું તેને શુભેચ્છા પાઠવું છું અને તેના માટે વધુમાં વધુ સફળતાની કામના કરૂ છું.

Read Also

Related posts

વરસાદની ઋતુમાં ચા સાથે માણો અલગ પ્રકારના ભજીયાનો સ્વાદ, આ રીતે બનાવો ‘Corn Pakoda’

Arohi

3 કરોડ લોકોને મોદી સરકાર આપશે બેરોજગારી ભથ્થુ, સરકાર બનાવી રહી છે આવો પ્લાન

Pravin Makwana

પાયલોટ અને અશોક ગહેલોત ગળે મળ્યા : ઘીના ઠામમાં ઘી ઢળ્યું, ગેહલોતે કહ્યું જે થયું તે ભૂલી જાઓ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!