દુનિયાભરના દેશોની સંસદમાં વિપક્ષનો હંગામો તમે જોયો હશે. પરંતુ સંસદમાં મતદાન રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હોય તેવી ઘટના તમે નહીં જોઈ હોય. પરંતુ કંઈક આવી ઘટના કોસાવોની સંસદમાં બની છે.
કોસાવોની સંસદમાં મોંટેનેગરો સીમા વિવાદ મામલે મતદાન થવાનું હતું ત્યારે વિપક્ષના સાસંદોએ એક બાદ એક ટીયર ગેસના સેલ છોડ્યા. ટીયર ગેસના સેલ છોડતાની સાથે સંસદ ભવનમાં ધુમાડો છવાઈ ગયો હતો. જેથી થોડી વાર માટે સંસદમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. સંસદમાં છોડવામાં આવેલા ટીયર ગેસના કારણે સંસદની કાર્યવાહીને રોકી દેવામાં આવી હતી. વિપક્ષનો આરોપ છે કે મોંટેનેગરો સાથે થયેલી સરહદ સમજૂતિના કારણે કોસાવોને 8200 હેક્ટર જમીનનું નુકસાન જઈ રહ્યું છે. જેનો વિરોધ કરવા માટે સંસદે વિપક્ષે ટિયર ગેસના સેલ છોડ્યા. મોંટેનેગરો સાથે 2015માં યૂરોપિયન યૂનિયનની શરતોના આધારે સમજૂતી કરવામાં આવી હતી. સંસદમાં આ સમજૂતિને યથાવત રાખવા માટે 120 સભ્યોમાંથી બે તૃત્યાંશ મતની જરૂર પડે. પરંતુ વિપક્ષના વિરોધના કારણે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી.