Last Updated on April 7, 2021 by Chandni Gohil
સિલિગુડી(પશ્ચિમ બંગાળ) નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળમાં 4.1 તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 કલાકમાં બીજો ભૂકંપ આવ્યો છે. સિલિગુડીથી 64 કિમી પૂર્વમાં સવારે 7.07 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. અિધકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી.

જો કે જલપાઇગુડી, અલિપુરદાર અને દાર્જિલિંગમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઇને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં. આ ભૂકંપના આંચકા સિક્કિમમાં પણ અનુભવાયા હતાં.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાતે સિક્કિમમાં 5.4 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકા આસામ, પશ્ચિમ બંગાળ અને બિહાર સુધી અનુભવાયા હતાં. આ ભૂકંપ ગઇકાલે રાતે 8.49 વાગ્ય આવ્યો હતો અને આ ભૂકંપનું કેન્દ્ર ભારત-ભુતાન સરહદે જમીનથી 10 કિમી નીચે હતું.
read also
- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર / ઉધ્ધવ ઠાકરેએ પીએમ સાથે કરી વાત, 1500 મેટ્રિક ટન ઓક્સિજન એરલીફ્ટથી મોકલાવવા કરી માગ
- આધાત: કોરોનાકાળમાં મસીહા બનીને ઉભરેલા એક્ટર સોનુ સુદ કોરોના પોઝિટીવ, થયો કોરન્ટીન
- ઘરે બેઠા 50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 2 લાખની કમાણી, જાણો કેવી રીતે કરવી શરૂઆત
- પશ્ચિમ બંગાળમાં 5મા તબક્કાના મતદાન બન્યું લોહીયાળ, વિસ્ફોટ, હુમલો અને મારપીટનો એકબીજા પર દોષારોપણ
- કોરોનાકાળમાં છૂટી ગઈ છે જોબ તો આ બિઝનેસ કરી કરો મોટી કમાણી, સરકાર આપશે 25 ટકા સુધી સબ્સિડી
