GSTV
Home » News » કોગ્રેંસ મોવડીમંડળની સિક્રેટ બેઠક, ત્રણેય યુવા નેતાઓને મેદાનમાં ઉતારવા ચર્ચા કરાઇ

કોગ્રેંસ મોવડીમંડળની સિક્રેટ બેઠક, ત્રણેય યુવા નેતાઓને મેદાનમાં ઉતારવા ચર્ચા કરાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે ત્યારે કોંગ્રેસે દિલ્હીમાં ઉમેદવાર પસંદગીનો ધમધમાટ વધુ તેજ બનાવ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે ગુજરાત કોંગેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓની કોંગ્રેસ મોવડી મંડળ સાથે સિક્રેટ બેઠક યોજાઈ હતી.

જેમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને મેદાનમાં ઉતારવા ચર્ચા કરાઈ હતી. કોંગ્રેસ હવે પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉમેદવારો જાહેર કરવા નક્કી કર્યું છે. અલ્પેશ ઠાકોરના પ્રવેશ બાદ નવા રાજકીય સમીકરણો બદલાતાં હવે ઉમેદવાર પસંદગી કયા મુદ્દે કરવી તે અંગે ચર્ચા કરાઇ હતી. ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં કેટલીક બેઠકો પર અલ્પેશ ઠાકોરનો પણ મત લેવાનું નક્કી કરાયું છે.

આ જોતાં ઘણી બેઠકોમાં ઉમેદવારોની પસંદગીમાં બદલાવ થવાની સંભાવના છે. કોંગ્રેસ પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશે. જ્યારે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતની બેઠકોની યાદી જાહેર કરવામાં આવશે.

બીજી તરફ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે 28 તારીખે કોંગ્રેસ પર્યવેક્ષકોની બેઠક યોજાવવાની છે.આ બેઠક કોંગ્રસ સચિવ અને સહ પ્રભારી વર્ષા ગાયકવાડની આગેવાનીમાં થવાની છે. જેમાં ચૂંટણીની તૈયારીને લઈને સમીક્ષા થશે.

 

Related posts

અમદાવાદમાં ખોટા પુરાવાના આધારે આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Nilesh Jethva

આ રાજવી પરિવારની પરિણીતાને સાસરીયામાં ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

Nilesh Jethva

50 વર્ષથી જુના કાલુપુર શાકમાર્કેટ પર ફર્યું તંત્રનું બુલડોઝર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!