GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોગ્નિટિવ સ્ક્રિનિંગ ટેસ્ટમાં ટ્રમ્પ થયા પાસ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્ય પર ઉઠી રહેલા સવાલો પર વિરામ લાગતો દેખાઈ રહ્યો છે. મેન્ટલ હેલ્થ ટેસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે પરફેક્ટ સ્કોર કર્યો હોવાનું તબીબોએ જણાવ્યું છે. જો કે શારીરિક તપાસમાં ટ્રમ્પને તબીબોએ ફાસ્ટફૂડ ઓછું ખાવાની સલાહ આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ હવે તેમની માનસિક સ્વાસ્થ્યના તપાસ માટે તબીબોએ ગત સપ્તાહે ટ્રમ્પનો કોગ્નિટિવ સ્ક્રિનિંગ ટેસ્ટ કર્યો હતો. જેમાં ટ્રમ્પનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. મંગળવારે તબીબોએ આની પુષ્ટિ પણ કરી છે.

ગત સપ્તાહે ટ્રમ્પનો પ્રથમ ફિઝિકલ ટેસ્ટ કરનારા નેવીના ડોક્ટર રૉની જેક્સને કહ્યું છે કે મેમી લૉસ અને અન્ય હળવી સંજ્ઞાનત્મક કમજોરીની તપાસ માટે ડિઝા કરવામાં આવેલા ટેસ્ટમાં ટ્રમ્ને પરફેક્ટ સ્કોર મળ્યો છે. અમેરિકન નેવીના ડોક્ટરે કહ્યુ છે કે ટ્રમ્પની લંબાઈ છ ફૂટ ત્રણ ઈંચ અને તેમનું વજન 239 પાઉન્ડ છે. સપ્ટેમ્બર-2016 બાદ ટ્રમ્પનું વજન ત્રણ પાઉન્ડ વધ્યું છે. ટ્રમ્પનું વજન મેદસ્વીતાથી થોડાક નીચા સ્તરે હોવાનું જણાવાયું છે.

અમેરિકન નેવીના ડોક્ટર રૉની જેક્સને કહ્યું છે કે કુલ મળીને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું સ્વાસ્થ્ય બિલકુલ શાનદાર રહ્યું છે. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે ટ્રમ્પ પોતાના રાષ્ટ્રપ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન બિલકુલ ફિટ રહેશે. તેમ છતાં તેમણે ભોજન માટે તેઓ ફાસ્ટફૂડ પર વધારે નિર્ભરતા ધરાવે છે. ટ્રમ્પ કસરતના નામે માત્ર સપ્તાહના આખરી દિવસોમાં ગોલ્ફ રમવા જાય છે. ડોક્ટર જેક્સને કહ્યુ છે કે આને જેનેટિક્સ કહેવામાં આવે છે. ટ્રમ્પના જીન શાનદાર છે અને ભગવાને તેમને આવા જ બનાવ્યા છે. સામાન્ય રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આવા પ્રકારના ફિઝિકલ ટેસ્ટ માટે તૈયાર થતા નથી. પરંતુ ડોક્ટર જેક્સને કહ્યુ છે કે ટ્રમ્પે અંગતપણે આવા પ્રકારના પરીક્ષણની ભલામણ કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિને લઈને સતત સવાલો ઉઠી રહ્યા હતા. એક પુસ્તકમાં દાવો કરાયો હતો કે તેમને માહિતી યાદ રાખવામાં મુશ્કેલી પડે છે અને તેમને પોતાના જૂના મિત્રોને ઓળખવામાં પણ મુશ્કેલી પડે છે. પુસ્તકના દાવા બાદ ટ્રમ્પની માનસિક સ્થિતિ મામલે ચર્ચાઓએ વેગ પકડયો હતો.

અમેરિકન નેવીના ડોક્ટર જેક્સને કહ્યુ છે કે, 71 વર્ષીય ટ્રમ્પે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેમણે પરફેક્ટ સ્કોર પ્રાપ્ત કર્યો છે. તેમણે એમ પણ કહ્યુ છે કે ટ્રમ્પ પોતાનું વજન થોડુંક ઘટાડે અને સારા ડાયટ સાથે થોડી કસરત કરે તો વધારે ફિટ થઈ શકે તેમ છે. વ્હાઈટ હાઉસના શેફની સાથે મળીને એક ડાયટિશિયન રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. વજન ઘટાડવા માટે ટ્રમ્પને એરોબિક્સ એક્સરસાઈઝ કરવાનું સચૂન પણ આપવામાં આવ્યું છે.

ટેસ્ટ દરમિયાન ટ્રમ્પનો બીએમઆઈ 29.9 હોવાનું જણાયું છે અને તેમની ઊંચાઈ પ્રમાણે તેઓ ઓવરવેટની કેટેગરીમાં છે. 30થી વધારે બીએમઆઈ મેદસ્વિતાની શ્રેણીમાં આવે છે. ટ્રમ્પનું બ્લડપ્રેશર 74-122 હોવાનું જણાયું હતું અને કોલેસ્ટ્રોલનું પ્રમાણે 223 રહ્યું છે. જે થોડુંક વધારે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સ્ટેટિન ડ્રગ ક્રેસ્ટર લે છે. જેક્સને કહ્યુ છે કે કોલેસ્ટ્રોલનું લેવલ 143થી 120 વચ્ચે લઈ જવા માટે દવાનું પ્રમાણ વધારવાનું જણાવ્યું છે. ખરાબ ડાયટ અને કોલેસ્ટ્રોલ છતા તબીબોએ દાવો છે કે ટ્રમ્પની કાર્ડિયક હેલ્થ શાનદાર છે.

Related posts

પગમાં પાયલ અને વિછિયા પહેરતા પહેલા ખાસ વાંચી લો આ, પ્રજનન ક્ષમતા સાથે છે સીધો સંબંધ

Arohi

હદથી વધારે સ્માર્ટફોનનો વપરાશ મેન્ટલ હેલ્થ પર અવળી અસર કરે છે, જાણો કેવી રીતે…

Ankita Trada

POK માટે મોદી સરકાર પાકિસ્તાન પર કરી શકે છે હુમલો, રાજનાથસિંહ ન બોલીને ઘણું બોલી ગયા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!