GSTV

કોકેન પકડાતા ડ્રગ માફિયાએ કુતરા પર રાખ્યું 7 હજાર ડૉલરનું ઇનામ

Last Updated on August 5, 2018 by Mayur

માણસ કરતા જાનવરની વધારે કિંમત હોય છે તે આજે ફરી એકવાર પૂરવાર થઇ ગયું. અને આ કિસ્સો બન્યો છે કોલંબિયામાં. અહીંના એક કુતરાએ એવો કારનામો કરી બતાવ્યો છે કે જેના કારણે માફીયા ડોને તેના માથા પર 7 હજાર ડોલર એટલે કે 4 લાખ 80 હજાર રૂપિયાનું ઇનામ રાખી દીધું છે.

કોલંબિયાના આ ઓટ સ્નિફર ડોગે 10 ટનની કોકેન પકડાવી  હતી. જે બાદ તેને પોલિસ તરફથી પ્રોટેક્શન મળવા લાગ્યું. આ કોકેન ડ્રગ માફિયાની હતી અને તેનું કોકેન પકડાતા તેણે કુતરા પર સાત હજાર ડૉલરનું ઇનામ રાખી દીધું છે.

આ ખબર સાંભળ્યા પછી ત્યાંના લોકો પણ હેરાન થઇ ગયા છે. સુરક્ષા રાખવાના કારણે કુતરાને ત્યાંના બગૌટા એરપોર્ટમાં રાખવામાં આવ્યો છે. અને ભારી તાદાદમાં પોલીસ સિક્યુરીટી પણ આપવામાં આવી છે.  હવે જણાવીએ કે આ કુતરાનું નામ છે સોમબ્રા અને તે કોલંબિયાના લોકપ્રિય કુતરાઓમાંથી એક છે.

AFPના પોલીસનું કહેવું છે કે, માત્ર સોમબ્રા જ નહીં આવા કેટલા કુતરા છે જેને માફીયા તરફથી આવી ધમકી મળી ચૂકી છે. સોમબ્રાની વાત કરવામાં આવે તો આ સ્નીફર ડોગે 2016માં  2.9 ટન કોકેન પકડી હતી. જે કેળાની અંદર સંતાળીને રાખવામાં આવી હતી. 2017માં તેણે 1.1 ટનની કોકેન પકડી હતી. પરંતુ આ વખતે તેણે ખૂદના જીવને જોખમમાં નાખી દીધો છે. કારણ કે તેણે જેની કોકેન પકડી છે તે માફીયાનું નામ ડેરો એન્ટોનીયો ઉસુગા છે. જેણે ગુસ્સામાં આવી કુતરાની માથે સાત હજાર ડોલરનું ઇનામ રાખી દીધું છે.

જણાવી દઇએ કે કોલંબિયામાં આ કુતરો ઘણો જ પોપ્યુલર છે. તેની સાથે સેલ્ફી ખેંચાવા માટે લોકો લાઇનો લગાવે છે. પહેલા સોમબ્રા ડૉગ હાઉસમાં હતો જ્યાંથી તેને ડ્રગ્સ પકડવાની તાલિમ આપવામાં આવી. પોપ્યુલર થયો અને હવે કદાચ તેને જ ખબર નથી કે તેનો જીવ જોખમમાં છે.

Related posts

Oscars 2022/ ‘સરદાર ઉદ્યમ સિંહ’ અને ‘શેરની’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, ભારતની કુલ 14 ફિલ્મોની પસંદગી

Damini Patel

જો Crypto currencyમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો તેના રિસ્ક અને ફાયદા

Damini Patel

લાચાર શિક્ષકો/ કોર્પોરેશનની ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોને ભથ્થા નહીં મળતા મુંઝાયા, ચૂંટણીનો ખર્ચ ચુકવી દીધો, પણ આમને આપવા રૂપિયા નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!