GSTV
Home » News » કોઈ પાણીની ચિંતા ના કરતા, સરકારમાં છે પાણી : હું છું રૂપાણી…

કોઈ પાણીની ચિંતા ના કરતા, સરકારમાં છે પાણી : હું છું રૂપાણી…

ગત ચોમાસે પોરબંદર સહિત ગુજરાતમાં અપૂરતો વરસાદ વરસ્યો છે તેથી ઉનાળો કેવો જશે ? તેવી સૌ કોઈ ચિંતા કરી રહ્યા છે પરંતુ તમે કોઈ પાણીની ચિંતા ના કરતા… સરકારમાં છે પાણી… હું છું રૂપાણી… તેમ કહીને ગુજરાતના મુખ્યમંત્રીએ પોરબંદરના ચોપાટી મેદાનમાં યોજાયેલ પાણીની પાઇપલાઇન યોજના સહિત ગરીબ કલ્યાણ મેળા અને પાણી બચાવો અભિયાન કાર્યક્રમમાં કોંગ્રેસને શાબ્દિક ચાબખા માર્યા હતા.

૧૧૯ કરોડની પાણીની પાઇપલાઇન યોજનાનું ખાતમુહુર્ત કર્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ૧૧૯ કરોડની પાણીની પાઇપલાઇન યોજનાનું ખાતમુહુર્ત કર્યું છે, જેમાં ઉપલેટાથી રાણાવાવ સુધી 64 કિલોમીટરની યોજના પૂર્ણ થશે એટલે ઉનાળા દરમ્યાન પોરબંદર જિલ્લાને નર્મદાનું પાણી વધુ માત્રામાં ઉપલબ્ધ થશે.

કોંગ્રેસને શાબ્દિક ચાબખા મારતા તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકારે તેમના શાસનકાળમાં દેશને લૂંટવા નું જ કામ કર્યું છે. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા હતા કે હું એક રૂપિયો ગરીબો માટે મોકલું છું તો તેમાંથી 85 પૈસા વચેટિયાઓ ખાઈ જાય છે. એ સમયે રાજીવ ગાંધીનું રાજીનામું નહીં માંગનાર કોંગ્રેસીઓ હવે હોબાળો મચાવે છે. ગરીબી હટાવવાની વાતો કરનાર કોંગ્રેસે હકીકતે ગરીબોને હટાવ્યા છે અને તેથી પ્રજાએ તેમને જાકારો આપ્યો છે, તેમ કહીને મુખ્યમંત્રીએ ભાજપ સરકારની સાફલ્યગાથા વર્ણવી હતી.

સોનિયા અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસના આરોપી

આજે પોરબંદર આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરીને ઉચ્ચારણ કર્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસના આરોપી છે અને હાલ તેઓ જામીન પર મુક્ત થયા છે. યુપીએની મનમોહન સરકારે સોનિયા ગાંધીના ઇશારે અનેક કૌભાંડો આચર્યા છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

ગરીબ કલ્યાણ મેળામાં લોકોએ પડાપડી કરતા પોલીસ દોડી

પોરબંદરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સહાય મેળવવા આવેલા લાભાર્થીઓએ પડાપડી કરતા પોલીસને દોડી આવવાની ફરજ પડી હતી અને દંડા બતાવીને લોકોને નીચે બેસાડ્યા હતા. ત્યાં સુધીમાં સાધન સામગ્રી માટે રાખવામાં આવેલી અનેક છત્રીઓ નીચે પડી ગઈ હતી.

Related posts

મેનોપોઝ વખતે વધી જાય છે હ્રદયરોગનું જોખમ, આ તકેદારીઓ રાખવી છે જરૂરી

Bansari

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!