કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યાં છે. સુરતમાં કોંગ્રેસ દ્વારા વિજય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા આવેલા અહેમદ પટેલનું કોંગ્રેસના નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહેમદ પટેલે જણાવ્યું કે આ મારૂ સન્માન નથી પણ જીત બદલ જેની ભાગીદારી છે તેમનું સન્માન છે. કોંગ્રેસ છોડીને જે સભ્યો ગયા છે એ સત્તા લાલચુ છે. જેનાથી અમને કોઈ અફસોસ નથી.
આ સંમેલનમાં કોંગ્રેસના 43 ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આ સાથે અહેમદ પટેલ ભાજપ પર પ્રહાર કરતા તેમના રોજગારી આપવાના વાયદાને યાદ કરાવીને ટીકા કરી હતી. તેમણે સરકાર પર વિભાજન કરનારી સરકાર હોવાનો આરોપ મૂક્યો હતો. અહેમદ પટેલે કહ્યું હતું કે ‘અબ કી બાર કોંગ્રેસ કી સરકાર’ છે.