GSTV
Home » News » કોંગ્રેસે કહ્યું, PNB જેવું કૌભાંડ AMCમાં થાય તો નવાઈ નહીં

કોંગ્રેસે કહ્યું, PNB જેવું કૌભાંડ AMCમાં થાય તો નવાઈ નહીં

પંજાબ નેશનલ બેન્ક જેવું કૌભાંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થાય તેવી આશંકા વિપક્ષ કોંગ્રેસે વ્યક્ત કરી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર લંડન આઇ બનાવવા માટે લંડનની કંપનીને 2011-12માં મહાનગરપાલિકા દ્વારા લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યો હોવા છતા કામગીરી કરવામાં આવી નથી. એટલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે લંડનની કંપનીએ લેટર ઓઈ ઈન્ટેન્ટ પર કોઈ લોન લઈ કૌભાંડ તો નથી કર્યું ને. જોકે સત્તાપક્ષે આ મામલે અજાણ હોવાનો દાવો કર્યો છે.

અમદાવાદના રિવરફ્રન્ટ પર લંડન આઈ જેવું મોટું ચકડોળ બનાવી અમદાવાદીઓને મોજ કરાવવાના સપના ભાજપના સત્તાધીશો વર્ષોથી બતાવી રહ્યા છે. રિવરફ્રન્ટના કિનારે એનઆઇડીના પાછળના ભાગે 20 હજાર ચોરસ મીટર જેટલી જમીન સલોરિયા આર્કીટેક્ટને આપવાનો લેટર ઓફ ઇન્ટેન્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. પરંતુ લંડનની કંપનીએ મુદત ત્રણવાર લંબાવવા હોવા છતાં હજુ કોઈ પ્રપોઝલ આપી નથી. એટલે વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે કે લેટર ઓફ ઈન્ટેન્ટનો ઉપયોગ લોન લેવા માટે કરાયો હોઈ શકે છે. વિપક્ષે મેયરને તપાસ કરવા માંગ કરી છે. જોકે તંત્ર લંડનની કંપનીએ લોન લીધી છે કે કેમ તે અંગે અજાણ છે. મેયરે આ મામલે તપાસ કરવાની વાત કરી છે.

વિદેશી કંપની દ્વારા કોભાંડ કરાયું હોય કે ન કરાયું હોય. પણ જે રીતે કંપનીને વારંવાર મુદત વધારી આપવામાં આવી છે. તેમ છતાં કોઇ કામગીરી કરી નથી તે દેખીતુ છે. આવા તો રીવરફ્રન્ટ પર અનેક પ્રોજેક્ટ છે જે માત્ર કાગળ પર છે.

Related posts

ભાવનગરમાં અતિ આધુનિક હેલ્થ ATM થયું કાર્યરત, 41 થી વધુ ટેસ્ટમાં છે ઉપયોગી

Nilesh Jethva

રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન આટલા લોકોના થયા મોત, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં

Nilesh Jethva

ગુજરાતના આ ગામના નિયમો છે અલગ, દારૂ પીતા પકડાયા તો આપવી પડશે આવી પાર્ટી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!