GSTV

કોંગ્રેસે આદરી રાજ્યસભાના બે ઉમેદવારોની શોધખોળ, જુઓ કોણ છે ચર્ચામાં ?

Last Updated on January 28, 2018 by

કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતમાં રાજ્યસભાના બે ઉમેદવારો માટે શોધખોળ હાથ ધરી છે. કોંગ્રેસના ટોચના નેતા જનાર્દન દ્વિવેદીને ગુજરાતમાં રાજ્યસભાની ટિકિટ મળી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે. ૭૭ બેઠકોને લીધે રાજ્યસભામાં કોંગ્રેસને બે બેઠકો મળી શકે છે. કોંગ્રેસને ગુજરાતમાં અપક્ષનો પણ સહારો છે.

જર્નાદન દ્વિવેદીની ૨૭મી જાન્યુઆરીએ ટર્મ પૂર્ણ થઇ રહી છે. તેઓ રાહુલ ગાંધીના ઘણાં નજીક ગણાય છે અત્યાર સુધી તેમને પંજાબમાં રાજ્યસભામાં મોકલવા નક્કી કરાયુ હતું પણ પંજાબ કોંગ્રેસમાં આંતરિક ડખા ચાલી રહ્યાં છે. જેથી હાઇકમાન્ડે હવે ગુજરાત તરફ નજર નાંખી છે. આમ,જનાર્દન દ્વિવેદીને રાજ્યસભામાં તક અપાશે તો,ગુજરાતના વધુ એક કોંગ્રેસીને આ તક ગુમાવવાનો વારો આવશે. અત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજ્યસભામાં જવા લોબિંગ કરી રહ્યાં છે.

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!