ખેડૂતોને નર્મદાનું પાણી ન આપવાના સરકારના નિર્ણય સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં અહેમદ પટેલે જણાવ્યું છે કે પાણી નહીં આપવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ જશે. આથી ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી આપવામાં આવે.