GSTV
Home » News » કેન્દ્રની ગ્રાંટ મળ્યા છતાં અમદાવાદ ફ્રી-વાઈફાઈ થી વંચિત

કેન્દ્રની ગ્રાંટ મળ્યા છતાં અમદાવાદ ફ્રી-વાઈફાઈ થી વંચિત

કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ શહેરને સ્માર્ટસિટી જાહેર કરવામાં આવ્યું છે. આ સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ રૂપિયા ૧૯૪ કરોડની ગ્રાંટ મંજુર થઇ છે. આ ગ્રાંટ મંજુર થયાને એક વર્ષ ઉપર થયું છે પણ શહેર ફ્રી-વાઈફાઈ ઝોનથી વંચિત છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કામ સોંપ્યાને એક વર્ષ ઉપરાંતનો સમય પસાર થવા આવ્યો છે છતાં હજુ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારોમા ફ્રી-વાઈફાઈ ઝોન કાર્યરત કરવામાં નિષ્ફળ પુરવાર થવા પામ્યું છે.

કેન્દ્ર સરકારે અમદાવાદ શહેરને વર્ષ-૨૦૧૪ના વર્ષમા સ્માર્ટસિટીની યાદીમાં સમાવ્યું હતું બાદમાં વર્ષ-૨૦૧૫-૧૬ના નાણાકિય વર્ષમા કેન્દ્ર સરકારે અમદાવાદ શહેરમાં હાથ ધરવામાં આવનારા સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ રૂપિયા ૧૯૪ કરોડની રકમ ગ્રાંટ પેટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવી છે.

અમદાવાદ શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડી.તારા.દ્વારા વર્ષ-૨૦૧૫-૧૬ના બજેટમાં અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ ૫૦ જેટલા સ્થળો ખાતે ફ્રી-વાઈફાઈઝોન શરૂ  કરવાની દરખાસ્ત રજું કરી હતી જેને મ્યુનિસિપલ બોર્ડની મળેલી એ વર્ષની બજેટ બેઠકમાં પણ મંજુરી આપવામાં આવી હતી.

પૂર્વ મ્યુનિસિપલ કમિશનરની બદલી થયા બાદ આનો કોઈ અહેવાલ નથી.

 

 

Related posts

વેસ્ટઇન્ડીઝમાં ન ચાલ્યા આ 4 ખેલાડીઓ તો, કાયમ માટે કપાઇ જશે પત્તુ

NIsha Patel

જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

Dharika Jansari

મુંબઈમાં ભારે વરસાદના કારણે લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને અસર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!