કિડની અને હદય માટે ખૂબ ફાયદા કારક છે મખાના, જાણી લો બીજા શું છે ઉપયોગો

મખાણાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાણા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાણાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાણાના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે.

મખાણાના ફાયદા

 • મખાણાના સેવનથી તાણ ઓછી થાય છે, તેમજ ઊંઘ સારી આવે છે. રાતના સૂતી વખતે દૂધ સાથે મખાણા ખાવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. તે શીઘ્રપતનતી બચાવે છે, વીર્યની ગુણવત્તા અને માત્રાને વધારવામાં મદદ કરે છે, જેથી કામેચ્છા વધે છે.
 • મખાણાં કોઇ સ્વાદ હોતો નથી. તેથી તેમાં મીઠું ભેળવીને ખાઇ શકાય છે. મખાણાને ધીમા તાપે ઘીમાં શેકીને મીઠું ભેળવી ખાવા. આ ઉપરાંત તેની ખીર પણ બનાવામાં આવે છે.
 • આ ઉપરાંત મખાણાનું નિયમિત સેવન કરવાથી શરીરની કમજોરી દૂર થાય છે તેમજ સ્વસ્થ રહેવાય છે. મખાણાંમાં સમાયેલ પ્રોટીનના કારણે સ્નાયુ મજબૂત બને છે.
 • મકાણાં કેલરી, ચરબી અને સોડિયમની માત્રા ઓછી હોય છે, તેથી તેને કોઇ પણ સમયે ખાઇ શકાય છે. એટલું જ નહીં મખાણાના સેવનથી પેટ જલદી ભરાય છે અને ભૂખ ઓછી લાગે છે.
 • તેમાં સોડિયમ ઓછું હોય છે, પરંતુ પોટેશિયમ અને મેગ્નેશિયમ તેમાં વધુ પ્રમાણમાં સમાયેલું હોય છે, જેથી બ્લડપ્રેશરના દરદીઓ માટે ફાયદાકારક સાબિત થયા છે મખાણામાં કેલશિયમ હોવાથી તે હાડકા અને દાંત માટે ગુણકારી છે.
 • ડાયાબિટિસમાં મખાણાના સેવનને ફાયદાકારક માનવામાં આવ્યું છે. હાઇ બ્લડસુગર માટે તે ગુણકારી છે. પરંતુ ઇન્સ્યુલિન લેતા દરદીએ મખાણાનું સેવન તબીબની સલાહ પ્રમાણે કરવું. મખાણામાં સ્ટાર્ચ અને પ્રોટીન સમાયેલું હોવાથી ડાયાબિટિસ માટે ગુણકારી છે.
 • મખાણામાં એસ્ટ્રિજન્ટ હોય છે, જે કિડનીની બીમારીથી બચાવે છે.
 • જે લોકો પોતાના શરીર પરની ચરબી ઓછી કરવા માંગે છે તેના માટે મખાણા કોઇ વરદાનથી ઓછા નથી. મખાણાંમાં ચરબીનું પ્રમાણ ન હોવાથી તેના સેવનથી પેટ ભરાઇ જાય છે અને ભૂખ ઓછી લાગે છે.
 • મખાણા એક એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે,દરેક આયુના લોકોને સરળતાથી પાચન થાય છે. તેને દેશી ઘીમાં શેકીને ખાવાથી જુલાબ પર રોક લગાડી શકાય છે.
 • એન્ટી એજિંગની સાથે સાથે એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર છે. જે ત્વચા પર કરચલી પડવા દેતું નથી. અકાળે વાળ ધોળા થતાં પણ મખાણાનું સેવન અટકાવે છે.
 • મખાણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, ખનિજ અને ફોસ્ફરસ વગેરે પોષક તત્વો સમાયેલા છે. જે કામેચ્છા વધારવામાં સહાયક છે. તેમજ શુક્રાણુઓની સંખ્યા વધારે છે.
 • ગર્ભવતી મહિલાઓ અને શિશુના જન્મબાદ કમજોરી દૂર કરવા મખાણાનું સેવન કરવું જોઇએ.
 • મખાણાને રાતના દૂધમાં નાખીને ખાવાથી ઊંઘ સારી આવે છે. તે શરીરની કમજોરી દૂર કરે છે. તેમજ તાણને પણ દૂર કરે છે.
 • કોફી પીવાની લતને ઓછી અથવા તો દૂર કરવા મખાણા ખાવા.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter