GSTV
Home » News » કાશ્મીર: ઉરી સેક્ટરમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય સેનાની ચોકીઓ પર ફાયરિંગ

કાશ્મીર: ઉરી સેક્ટરમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય સેનાની ચોકીઓ પર ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પર ભારત અને પાકિસ્તાની સૈનિકોની વચ્ચે શનિવારે ભારે ફાયરિંગ થઇ રહ્યું છે. જેમાં પાકિસ્તાન દ્વારા ઉરી સેક્ટરમાં ભારતીય સેનાઓની જુદી જુદી ચોકીઓ તથા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને પાકિસ્તાન દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો. જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓને જ તબાહ કરી. જેમાં પાકિસ્તાની સેનાના ઠેકાણાઓને ઘણુ નુકસાન થયું છે.

પાકિસ્તાનના ફાયરિંગના કારણે એલઓસી પરથી આશરે 500 લોકોને સેનાએ સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું છે કે પાકિસ્તાની સેના દ્વારા સવાર અને બપોર બાદ ઉરી ક્ષેત્રમાં યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો. જેનો ભારતીય જવાનોએ આક્રમક અંદાજમાં જવાબ આપ્યો. કલાકો સુધી બંને તરફથી જોરદાર ફાયરિંગ થયું. પાકિસ્તાની સેના તરફથી છેલ્લા ચાર દિવસથી વારંવાર ઉરી સેક્ટરમાં ભારે ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાની સેના ભારતીય ચોકીઓ અને ગામડાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભારે ફાયરિંગના કારણે સરહદી ગામડાઓને ખાલી કરાવવામાં આવ્યા છે.

Related posts

હવે રેલવેનું ખાનગીકરણ : કમાણી કરાવતા 150 રૂટ ખાનગી કંપનીઓને આપી દેવાશે, કંપની નક્કી કરશે ભાડું

Mayur

નાગરિકતા સંશોધન બિલ પર જેડીયૂમાં ઘમાસાણ, આ દિગ્ગજ નેતાએ રાજીનામાની કરી ઓફર

Nilesh Jethva

નાગરિકતા એક્ટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપી ચેતવણી, પ્રદર્શનકારીઓને કાયદો હાથમાં ન લેવાની સલાહ આપી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!