GSTV

કાર ખરીદવાની ઇચ્છા છે તો આ છે 5 Top માઇલેજ આપતી કાર, આ જોયા વિના ન ખરીદતા

Last Updated on February 5, 2019 by

ભારતીય ગ્રાહકો કાર ખરીદતી વખતે હંમેશા માઈલેજનું ધ્યાન રાખે છે. છાસવારે પેટ્રોલ-ડિઝમાં થતા ભાવવધારાને કારણે માઈલેજનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલા માટે જ કાર બનાવતી કંપનીઓ પણ જ્યારે નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે. ત્યારે ગ્રાહકોની ઇચ્છાને ધ્યાને રાખીને માઈલેજ પર ખાસ ધ્યાન આપે છે.

આ દિશામાં ઇલેક્ટ્રીક અને હાઈબ્રિડ વાહનોએ પણ કાર કંપનીનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ આ કારનો ઉત્પાદન ખર્ચ વધારે છે.જો કે આ ઇલેક્ટ્રીક કાર સિવાય દેશમાં અન્ય સારી કાર પણ બજારમાં ઉપલબ્ધ છે. જેની માઈલેજ 27 કિમી/પ્રતિલીટર કરતા વધુ છે. આજે આપણે સૌથી વધુ માઈલેજ વાળી ટોપ-5 કાર વિશે જાણીશું.

1.મારૂતિ સુઝુકી ડિઝાયર
માઈલેજ – 28.40 કિમી પ્રતિલીટર

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારૂતિ સુઝુકીએ ગયા વર્ષે 2017નાં વર્ષમાં અપલી મિડ લેવલ સિડાન કાર ડિઝાયર રજુ કરી હતી. એકદમ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતા ધરાવતી કાર શરૂઆતથી જ ખાસ્સી લોકપ્રિય છે. આ જ કારણે કંપની દર વર્ષે સરેરાશ 30 હજાર યુનિટનું વેચાણ કરે છે. નવી ડિઝાયર કંપનીમાં માત્ર અત્યાધુનિક ફિચર્સ અને નવી ડિઝાઈન આપે છે. તે સાથે જ માઈલેજનાં મામલામાં પણ આ કાર શાનદાર છે. કંપનીનો દાવો છે કે નવી મારૂતિ ડિઝાયર કાર 28.40 કિમી પ્રતિલીટર માઈલેજ આપે છે.

2.મારૂતિ સુઝુકી સ્વીફ્ટ – ડિઝલ
માઈલેજ – 28.40 કિમી પ્રતિલીટર

મારૂતિ સુઝુકીએ ગયા વર્ષે પોતાની હૈચબેક કાર સ્વિફ્ટનાં નવા ફેસલિફ્ટ વર્ઝનને માર્કેટમાં લોન્ચ કર્યુ. આ કારને બિલકુલ નવી ડિઝાઈન,આકર્ષક ઇન્ટિરીઅર અને અત્યાધુનિક ફિચર્સ સાથે બજારમાં મુકી છે. આ સિવાય કારમાં કંપનીએ 1.3 લીટરની ક્ષમતા વાળું DDiS ડિઝલ એન્જિનનો પ્રયોગ કર્યો છે. મહત્વનું છે કે મારૂતિ સુઝૂકી કંપનીને આ એન્જિન ઇટાલીની વિખ્યાત ઓટોમોબાઈલ્સ કંપની ફિઆટ આપે છે. કંપનીનો દાવો છે કે નવી મારૂતિ સ્વિફ્ટ 28.40 કિમી પ્રતિલીટરની માઈલેજ આપે છે. જેમ ડિઝાયર પોતાનાં સેગમેન્ટની સૌથી બહેતરીન કાર છે. તેમ સ્વિફ્ટ હૈચબૈક પણ પોતાનાં સેગમેન્ટની સૌથી બહેતરીન કાર છે.

3.મારૂતિ સુઝુકી સિયાજ – ડિઝલ
માઈલેજ – 28.09 કિમી પ્રતિલીટર

ન્યુ ડિઝાઈન કાર લોન્ચ કર્યા પહેલા મારૂતિ સુઝુકી સિયાજ દેશની સૌથી વધુ માઈલેજ આપવા વાળી કાર છે. કંપનીએ પોતાની કારમાં સ્માર્ટ હાઈબ્રિડ વ્હિકલ બાય સુઝુકી એન્જિનનો પ્રયોગ કર્યો છે. જે કારની માઈલેજને વધુ ગતિ આપે છે. કંપનીનો દાવો છે કે સિયાજ ડિઝલ 28.09 કિમી પ્રતિલીટરની માઈલેજ આપવા માટે સક્ષમ છે. મહત્વનું છે કે મારૂતિ સુઝુકી સિયાજ એક પ્રિમીયમ સિડાન કાર છે. હાલમાં કંપની આ સિડાન કારને પોતાનાં નેક્સા ડિલરશીપનાં માધ્યમથી વેંચી રહી છે. તે સિવાય પોતાનાં 1.5 લીટરની ક્ષમતા વાળા પેટ્રોલ એન્જિન સાથે પણ આ કાર ઉપલબ્ધ છે.

4.હોન્ડા અમેજ – ડિઝલ
માઈલેજ – 27.40 કિમી પ્રતિલીટર

સૌથી સારી માઈલેજ આપવા વાળી કારની યાદીમાં જાપાનની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હોંડાની લોકપ્રિય સિડાન કાર પણ સામેલ છે. હોન્ડા અમેજનાં ફેસલિફ્ટ વર્ઝનને ગયા વર્ષે 2018માં રજુ કરવામાં આવ્યું હતું. આ નવા મોડેલમાં કંપનીએ ડિઝાઈન,ફિચર્સ અને ટેકનિકલી ઘણાં બદલાવ કર્યા છે. આમાં સૌથી મોટો બદલાવ એન્જિનમાં કરાયો છે. આ કારને એવી રીતે ટ્યુન કરવામાં આવી છે કે 27.40 કિમી પ્રતિલીટર માઈલેજ આપે છે. તમને ખબર નહિ હોય કે મિડ લેવલ સિડાન સેગમેન્ટમાં મારૂતિ ડિઝાયરને હોન્ડા અમેજે સારી ટક્કર આપી છે.

5.મારૂતિ સુઝુકી બલેનો – ડિઝલ
માઈલેજ – 27.39 કિમી પ્રતિલીટર

ટોપ-5 માઈલેજ કારમાં છેલ્લી કાર મારૂતિ સુઝુકી છે. કંપનીની પ્રિમીયમ હૈચબૈક કાર સ્વરૂપે માર્કેટમાં લોન્ચ કરવામાં આવેલી મારૂતિ બલેનો એ શરૂઆતથી જ પોતાનાં આકર્ષક લુક અને બહેતરીન ફિચર્સ થી ગ્રાહકોને પોતાની તરફ ખેંચ્યા છે. આ કાર લોકોનાં મનમાંથી મારૂતિની ઇમેજને દુર કરવામાં સફળ રહી છે. જ્યારથી માર્કેટમાં મારૂતિ બલેનો લોન્ચ થઈ છે.ત્યારથી પ્રિમીયમ હૈચબૈક સેગમેન્ટમાં આ કાર સફળ રહી છે. કંપનીનો દાવો છે કે મારૂતિ સુઝુકી બલેનો 27.39 કિમી પ્રતિલીટરની માઈલેજ આપે છે. ખુબ જલ્દી ટોયોટા બલેનો તમને રસ્તા પર દોડતી દેખાશે. જે કાર મારૂતિ અને ટોયોટો બન્ને સાથે મળીને બનાવી રહ્યા છે.

READ ALSO 

Related posts

SBI એપનો નવો નિયમ: ફટાફટ કરી લેજો આ કામ, નહીંતર કોઈને નહીં મોકલી શકો પૈસા, દરેક ટ્રાંઝેક્શન થઈ જશે ઠપ્પ

Pravin Makwana

કુંદ્રાની મુશ્કેલી વધી શકે છે મુશ્કેલી, પૉર્ન ફિલ્મ રેકેટની તપાસ ઇડી કરશે એવી ચર્ચા

Damini Patel

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!