કાનમાં થતી અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવશે આ ઘરગથ્થુ ઉપચાર

કાનમાં થતાં દુ:ખાવાના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે કાનની અંદર પાણી જવું, કાનની સફાઈ ખોટી રીતે કરવી, કાનમાં મેલ એકત્ર થવો, કાનનો પડદો ખરાબ થવો વગેરે. કાનને સાફ કરતી વખતે કોઈ પણ અણીદાર વસ્તુનો પ્રયોગ ન કરવો જોઈએ.  કાનને સાફ કરવા માટે કૉટન સ્લેબનો પ્રયોગ ખોટી રીતે કરવો એ પણ કાનમાં દુ:ખાવાનું કારણ બને છે. કાનના દુ:ખાવા ને નજરઅંદાજ ન કરવો જોઈએ. કોઈ પણ સારા ડૉકટરની સલાહ લેવી જોઈએ. તેમ છતાં તાત્કાલિક ઘોરણે રાહત મેળવવા માટે તમે નીચે દર્શાવેલા ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકો છો.

* તુલસીના તાજા પાનનો રસ કાઢી કાનમાં થોડા ટીંપા નાખવાથી પણ કાનના દુ:ખાવાથી રાહત મળી જાય છે.

* કાનમાં થતાં દુ:ખાવા માટે આદુંનો રસ કાઢી કાનમાં નાખવાથી દુ:ખાવાથી રાહત મળી જાય છે.

* ડુંગળીનો રસ કાઢી રૂની મદદથી કાનમાં થોડા ટીંપા નાખવાથી કાનના દુ:ખાવાથી રાહત મળી જાય છે.

* જેતુનનું તેલ કાનના દુ:ખાવાથી રાહત આપવામાં મદદગાર સિદ્ધ થાય છે.

* જો કાનમાં મેલ એકત્ર થઈ જાય તો કાટન સ્લેબને કાનના વધારે અંદર અને

* તમારા ભોજનમાં વિટામિન સી થી ભરપૂર ચીજોનો સેવન કરવાથી કાનના દુ:ખાવાથી રાહત મળી જાય છે.

* મીઠાને સારી રીતે ગરમ કરી કોઈ કાપડમાં બાંધી કાનના દુખાવાની જ્ગ્યા પર રાખવાથી કાનના દુ:ખાવાથી છુટકારો મળી જાય છે.

આથી વધારે જોરથી સફાઈ ન કરવી જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter