કર્ણાટકના ઉડુપ્પીમાં રેલી દરમ્યાન રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના ઉડુપ્પીમાં રેલી સંબોધી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદી સરકારને આડેહાથે લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં 15 ઉદ્યોગપતિઓનું અઢી લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. દેશમાં ખેડૂતો દેવું માફ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં સરકારને ખેડૂતોનું દેવું માફ કરવામાં કોઈ રસ નથી ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે ખેડૂતોનું આઠ હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. રાહુલ ગાંધીએ રેલીમાં સિદ્ધારમૈયા સરકારના પણ વખાણ કર્યા. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત પહેલા નારાયણ ગુરૂ મંદિરમાં વિશેષ પૂજા કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter