GSTV
Home » News » કર્ક

કર્ક

ખાવાપીવાની અનિયમિતતા, હવામાનની પ્રતિકૂળતામાં આપે સંભાળવું પડે. નોકરી-ધંધાના કામમાં વિચારોની સ્થિરતા જાળવવી. કમિશન-દલાલી-એજન્સીના કામમાં તકલીફ પડે. મે મહિનાના છેલ્લા સપ્તાહમાં તમારી-ગણત્રી પ્રમાણેનું કામ થાય નહીં.

રસકસના, તેલના, ઘઉંના, મરીમસાલાના વેપાર-ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. મકાન-જમીનના કામકાજમાં ચિંતા-દોડધામ રહે. સરકારી, કાનૂની કાર્યવાહીમાં તમારી પીછેહઠ થાય. વિવાદથી દૂર રહેવું. તા. ૨૬ મે રવિ સગા-સંબંધી-મિત્રવર્ગ-પરિવારના કામમાં અશાંતિ-ચિંતા. ૨૭ સોમ નોકરી-ધંધાના કામમાં આકસ્મિક ઉપાધિ-મુશ્કેલી તબિયત સાચવવી. ૨૮ મંગળ બપોર પછી હળવાશ-રાહત થતી જાય. ૨૯ બુધ વિલંબમાં પડેલા કામ ઉકેલવાની વ્યસ્તતા રહે. ૩૦ ગુરૂ ધર્મકાર્ય થાય. ૩૧ મે શુક્ર નોકરી-ધંધાના કામની ચિંતા રહે. તા. ૧ જૂન શનિ વિચારોની સ્થિરતા-એકાગ્રતા રાખવી પડે.

Related posts

મેષ

Arohi

વૃષભ

Arohi

મિથુન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!