GSTV
Home » News » કરુણાનિધિને સંસદમાં શ્રદ્ધાંજલિ, બંને ગૃહોની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત

કરુણાનિધિને સંસદમાં શ્રદ્ધાંજલિ, બંને ગૃહોની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત

ડીએમકે ચીફ એમ. કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. ઘણાં ટોચના નેતાઓ કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે ચેન્નઈ પહોંચ્યા છે.

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના ડેરેક ઓ બ્રાયન, તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખરરાવ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ પણ ચેન્નઈ ખાતે કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી ચુક્યા છે.

એમ. કરુણાનિધિ તમિલનાડુની રાજનીતિમાં છ દશક સુધી સક્રિય રહ્યા હતા. પરંતુ બાર ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કરુણાનિધિ ક્યારેય સાંસદ બન્યા ન હતા. પરંતુ તેમના નિધન બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત થઈ હતી.

સાંસદ હોય નહીં તેવા મહાનુભાવના નિધન પર પહેલીવાર સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત થઈ છે.

Related posts

હોંગકોંગમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, વિરોધીઓ પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો

Mansi Patel

લોન ન મળવાથી પરેશાન ખેડૂતે લીધો કિડની વેચવાનો નિર્ણય, સોશિયલ મીડિયા પર આપી જાહેરાત

Mansi Patel

પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે નિધન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!