GSTV
Home » News » કરાંચીમાં વેસ્ટ ઈન્ડિઝ 60માં ખખડ્યું, પાકિસ્તાનનો ૧૪૩ રને વિજય

કરાંચીમાં વેસ્ટ ઈન્ડિઝ 60માં ખખડ્યું, પાકિસ્તાનનો ૧૪૩ રને વિજય

કરાંચી ખાતે એક દાયકા બાદ યોજાયેલી સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ નીરસ, એકતરફી બની રહી છે. પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝની બીજી હરોળની ટીમ  સામે ૧૪૩ રને આસાન વિજય મેળવ્યો હતો. જેમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૫ વિકેટે ૨૦૩ રન ખડક્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ માત્ર ૬૦માં ખખડ્યું હતું. આ સાથે જ પાકિસ્તાને ત્રણ મેચની ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં ૧-૦ની સરસાઇ હાંસલ કરી છે. વેસ્ટ ઇન્ડીઝે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં પાંચમો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.

બીજી તરફ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં બીજો સૌથી મોટો વિજય મેળવ્યો હતો. નિયમિત સુકાની બ્રાથવેઇટ, જેસોન હોલ્ડર, ક્રિસ ગેઇલ જેવા સ્ટારે પાકિસ્તાને પ્રવાસે જવાનો ઇન્કાર કરતા વેસ્ટ ઇન્ડીઝને બિનઅનુભવી પ્લેયર્સને તક આપવી પડી છે. શ્રેણીની બીજી ટ્વેન્ટી૨૦ મંગળવારે અને ત્રીજી ટ્વેન્ટી૨૦ બુધવારે રમાશે.

એક્સ્ટ્રા:૧૪ કુલ:(૨૦ ઓવરમાં, ૫ વિકેટે) ૨૦૩ વિકેટ:૧-૪૬ (બાબર, ૪.૬), ૨-૬૫ (ઝમાન, ૭.૧), ૩-૧૪૦ (તલત, ૧૫.૨), ૪-૧૫૦ (સરફરાઝ, ૧૬.૩), ૫-૧૫૬ (આસિફ, ૧૭.૧). બોલિંગ:બદ્રી:૪-૦-૩૭-૦, પોલ:૪-૦-૨૬-૧, એમરિટ:૪-૦-૪૩-૧, વિલિયમ્સ:૪-૦-૪૨-૦, પેરામોલ:૦.૩-૦-૮-૦, સેમ્યુઅલ્સ:૦.૩-૦-૭-૦, પોવેલ:૩-૦-૩૪-૧.

એક્સ્ટ્રા:૦૩ કુલ:(૧૩.૪ ઓવરમાં) ૬૦  વિકેટ:૧-૬ (વોલ્ટન, ૦.૪), ૨-૮ (ફ્લેચર, ૧.૩), ૩-૮ (મોહમ્મદ, ૧.૫), ૪-૧૫ (રામદીન, ૪.૧), ૫-૨૭ (પોવેલ, ૬.૪), ૬-૩૩ (સેમ્યુઅલ્સ, ૭.૬), ૭-૫૧ (એમરિટ, ૧૨.૨), ૮-૫૧ (વિલિયમ્સ, ૧૨.૩), ૯-૬૦ (બદ્રી, ૧૩.૪). બોલિંગ:નવાઝ:૪-૦-૧૯-૨, આમિર:૨-૦-૩-૨, હસન અલી:૧-૧-૦-૧, અશરફ:૧-૦-૯-૦, શાદાબ:૩-૦-૧૩-૧, મલિક:૨-૦-૧૩-૨, તલત:૦.૪-૦-૩-૧.

Related posts

કેટલું પેટ્રોલ ગયુ ટાંકીમાં, મોબાઈલ પર આવશે નોટિફિકેશન

Kaushik Bavishi

બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડી રહ્યો હતો આ શખ્સ અન્યનાં રૂપિયા, બોલ્યો મને લાગ્યું કે મોદીજીએ મોકલ્યા

pratik shah

ટ્રોલર્સના નિશાના પર ન્યાસા, શોર્ટ ટોપમાં અજય દેવગન સાથે મંદિર પહોંચી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!