કમનીય કાયા યથાવત રાખવા સ્ત્રીઓએ અપનાવવા જેવી ટિપ્સ

વજન ઘટાડવું જેટલું અઘરુ છે તેનાથી પણ વધારેમુશ્કેલ છે ટોન્ડ બોડીને જાળવી રાખવી. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે વજન ઘટાડ્યાંબાદ બૉડીને ટોન્ડ રાખવી. આ ટિપ્સ અપનાવ્યાં બાદ તમે તમને કાયાને કમનીય બનાવીરાખવામાં મુશ્કેલી નહી પડે.

નાસ્તો જરૂરથી કરવો :

ઘણીવાર સ્ત્રીઓ બપોરનું જમવાનુંનથી ખાતી. આવી સ્ત્રીઓએ સવારે હેલ્ધી નાસ્તો લેવો. સવારે પાચન ઝડપી થાઇઅ છે તેથી ચરબી જમા થતી નથી.

પેટ ભરાય એટલું તો જરૂરથી ખાવું :

પાતળા રહેવા માટે ભૂખ્યા રહેવાની પણ જરૂર નથી. ભૂખ હોય તેટલું પણ ના ખાઇએ તો, અશક્તિ આવવાની શક્યતા છે અને શરીરને પૂરતાં પોષકતત્વો પણ મળતાં નથી. પરંતુ પેટ ભરાઈ ગયા પછી વધારે પડતું પણ ના ખાવું. ટીવી જોતાં-જોતાં તો ક્યારેય ના ખાવું, તેમાણ વધારે પડતું પણ ખવાઈ જાય છે અને ધ્યાન પણ નથી રહેતું. પેટને એકદમ ફૂલ કરવાની જગ્યાએ થોડું ખાલી રાખવું પણ જરૂરી છે.

લાગણીમાં આવી ઝાપટવાનું ટાળવું :

મિત્રો સાથે કે કુટુંબીજનો સાથે ફરવા નીકળ્યા હોય તો, ઢગલાબંધ આઇસ્ક્રિમ ખવાઈ ના જાય એનું ધ્યાન તો રાખવું જ જોઇએ. ફરવા નીકળ્યા હોઇએ કે પાર્ટી કરતા હોઇએ એટલે બધાની સાથે ડાયટનું પાલન કરવું જરા મુશ્કેલ થઈ જાય એ વાત સાચી છે, પરંતુ કમનીય કાયા જોઇતી હોય તો, કંટ્રોલ તો કરવો જ રહ્યો. વધારે પડતી કેલરી વાળા બધા જ ખોરાકથી દૂર રહેવું અથવા માત્ર ચાખવું જ, ઝાપટવા બેસી ના જવું.

ભોજનની પસંદગી ચોકસાઈ પૂર્વક કરવી :

નમણી અને સેક્સી સ્ત્રીઓ ગમે તે મળે તે ખાઈ લેતી નથી. તેઓ વિચારીને જ ખોરાકની પસંદગી કરે છે. શરીરને જેની જરૂર ના હોય તેવા તત્વો વાળો ખોરાક તેઓ ક્યારેય લેતી નથી.

મનને ઇચ્છા હોય તે ખોરાક પણ લેવો :

મોટાભાગે ડાયટ કૉન્શિયસ સ્ત્રીઓ તેમના શરીર માટે યોગ્ય હોય તેટલો ખોરાક જ લેતી હોય છે. કોઇક વાર ખરેખર કશાકની ઇચ્છા થઈ જાય તો થોડુ તો થોડુ, પણ ખાઈ લેવું જોઇએ. તેનાથી મળતા સંતોષથી પણ સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter