GSTV

ઓડિશાના ઢેંકનાલમાં કરંટ લાગવાથી સાત હાથીઓના મોત

Last Updated on June 30, 2019 by Alap Ramani

ઓડિશાનાઢેંકનાલ જિલ્લામાં શુક્રવારે રાત્રે કમાલંગા ગામના વિસ્તારમાં કરંટ લાગવાથી સાતહાથીઓના મોતની કમકમાટી ભરેલી ઘટના બની છે. મૃત હાથીઓ ખુલ્લા વીજતારના સંપર્કમાંઆવ્યા હતા અને તેને કારણે કરંટ લાગવાથી તેમના મોત નીપજ્યા હતા. અહેવાલો મુજબ 13 હાથીઓનું ઝુંડ છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ફરતું હતું. શુક્રવારે હાથીઓનું જૂથ કમાલંગા ગામના ખેતરોમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે હાઈવોલ્ટેજ ખુલ્લા તારના તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ વીજતાર રેલવે ટ્રેક બનાવવા માટે બિછાવવામાંઆવ્યા હતા.

સ્થાનિક નાગરીકોનો આરોપ છે કે વીજતારની ઊંચાઈ પંદર ફૂટ સુધીની હોવી જોઈતી હતી. પરંતુ તેઓ માત્ર આઠ ફૂટની ઊંચાઈ સુધીમાં જ બિછાવવામાં આવ્યા હતા અનેતેને કારણે સાત હાથીઓના મોતની ઘટના બની છે. હાથીઓના ઝુંડમાંના છ હાથીઓનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ પારજંગ વનવિભાગની ટુકડી ઘટના સ્થળે પહોંચીચુકી છે. તેમણે મૃત હાથીઓને પોતાના કબજામાં લીધા છે.

Related posts

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!