GSTV

ઓડિયો ટેપમાં મારા નામનો ઉલ્લેખ એ ખોટી વાત : ભરતસિંહ સોલંકી

Last Updated on October 27, 2017 by

પાસને આંદોલન માટે પૈસા આપવા અંગેની વાઈરલ થયેલી કથિત ઓડિયો અંગે ભરતસિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઓડિયો ટેપમાં મારા નામનો ઉલ્લેખ છે, એ વાત ખોટી છે. જો મારુ નામે હોઈ તો તપાસ થવી જોઈએ. મારા નામનો ઉલ્લેખ હોઈ તો તપાસ કરાવો. મારે આવી કોઇ વાતચીત થઈ નથી.

નરેન્દ્ર પટેલ મને 7 મહિના પહેલા મળવા આવ્યા હતા ત્યારે રાજકીય મદ્દાઓ અંગે વાતચીત થઈ હતી. ભરતસિંહે કહ્યું કે આ કલીપની તપાસ થાય તેવો આગ્રહ તેઓ રાખે છે.

વરૂણ પટેલે નરેન્દ્ર પટેલે દ્વારા જાહેર કરાયેલી કથિત ઓડિયો ટેપ અંગે જણાવ્યું હતું કે, તે ઓડિયો ટેપમાં તેનો અવાજ નથી, હાલ સમગ્ર મામલે કોર્ટ તપાસ કરી રહી છે.

ઉત્તર ગુજરાતના પાસ કન્વિનર નરેન્દ્ર પટેલ અને વરૂણ પટેલની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ બાદ વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે. જે અંગે પાસના કન્વીનર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. હાર્દિકે જણાવ્યું કે નરેન્દ્ર પટેલ અંગે મને કશો ખ્યાલ નથી.

 

Related posts

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah

બોલિવૂડ / કિયારા અડવાણી સાથે લગ્ન કરવા અંગે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોઈ સ્પષ્ટતા ન કરી, બન્ને જણા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

Vishvesh Dave

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરનારની પોલીસે કરી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!