ઑસ્ટ્રેલિયા સામે T-20 અને વન ડે ટીમનું એલાન, આ ધુરંધરોની થઇ વાપસી

ઓસ્ટ્રેલિયાની સામે 24 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી સીમીત ઓવરોની ઘરેલૂ સીરીઝ માટે ભારતે પોતાના સ્કવોડની ઘોષણા કરી દીધી છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર ભારત કાંગારૂઓ સામે બે મેચની ટી-20 અને 5 મેચની વન ડે સીરીઝ રમશે. ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં હવે ગણતરીના મહિના બાકી છે. ક્રિકેટના આ મહાકુંભ પહેલા ટીમ ઇન્ડિયા પાસે ફક્ત 7 ઇન્ટરનેશનલ મેચ છે.

ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા સામેની વન ડે અને ટી-20 ટીમમાં વાપસી થઇ છે. કોહલીને ન્યુઝીલેન્ડ સામે અંતિમ બે વન જે અને ટી-20 સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. વિરાટની ગેરહાજરીમાં રોહિતે કેપ્ટન્સી કરી હતી. આ ઉપરાંત બોલરોમાં જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે. બુમરાહને ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરીઝ અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો.

ભારત-T-20 સ્ક્વોડ


ભારત-વન ડે સ્ક્વોડ (પ્રથમ બે મેચ માટે)

બાકીની ત્રણ વન ડે માટે ટીમ ઇન્ડિયા

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પૂરા થયેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે કાંગારૂઓને વન ડે સીરીઝમાં 2-1થી માત આપી હતી. જ્યારે ટી-20 સીરીઝ 1-1થી સરભર રહી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter