GSTV
Home » News » એમ જ શહેનશાહ નથી કહેવાતા Big B : 2100 ખેડૂતોનું ચૂકવ્યું દેવુ, હવે પુલવામાના શહીદો માટે કરશે આ કામ

એમ જ શહેનશાહ નથી કહેવાતા Big B : 2100 ખેડૂતોનું ચૂકવ્યું દેવુ, હવે પુલવામાના શહીદો માટે કરશે આ કામ

બોલીવુડના શહેનશાહ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આશકે 2100 ખેડૂતોનું દેવું ચુકવી દીધું છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ દ્વારા પોતે જ આ વાતની જાણકારી આપી છે. અમિતાભે લખ્યું કે, જે વચન આપ્યું હતું તેને પુરુ કરી દીધું છે. બિહારના જે ખેડૂતો પર દેવું હતું તેમાંથી 2100 ખેડૂતોની લોન ચુકવી દીધી છે. લોનની પૂરી રકમ વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા ચુકવવામાં આવી છે. જેમાંથી કેટલાંક લોકોને જનક બંગલે બોલાવીને શ્વેતા અને અભિષેકના હાથે તેમને તે અપાવી.

જણાવી દઇએ કે અગાઉ પણ અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, જે લોકો લોનની રકમ અદા નથી કરી શકતાં તે લોકો માટે એક ગિફ્ટ છે. આ વખતે આ લોકો બિહારથી હશે. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે અમિતાભ ખેડૂતોની મદદ માટે આગળ આવ્યાં હોય. ગત વર્ષે પણ અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના આશકે એક હજારથી પણ વધુ ખેડૂતોની લોન ચુકવી હતી.

Amitabh Bachchan

અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું હતું, હજુ એક વચન પુરુ કરવાનું છે. પુલવામા એટેકમાં જે બહાદુર લોકોએ દેશ માટે પોતાના જીવ ગુમાવ્યાં તેમના પરિવાર અને પત્નીઓને આર્થિક રૂપે મદદ કરવાની છે. સાચા શહીદ.

ખેડૂતો માટે અમિતાભ બચ્ચનના કામની પ્રશંસા કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન આજકાલ પોતાની ફિલ્મોમાં વ્યસ્ત ચે. અમિતાભ ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજરે આવશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નજરે આવશે.

Read Also

Related posts

આંખો પર વિશ્વાસ નહી થાય, ‘થ્રી ઇડિયટ્સ’ના વાયરસની જેમ એક જ સમયે બંને હાથે લખવાની અનોખી પ્રતિભા ધરાવે છે આ ટેણકી

Bansari

ટ્રાફિક ચાલાનનો દંડ ભરવાથી તમે કરી શકો છો ઇનકાર, જાણી લો શું છે તમારા વિશેષ અધિકાર

Bansari

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારત ૧૨૦ પોઇન્ટ સાથે ટોચના સ્થાને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!