GSTV
Home » News » એમ્સનો મામલો ગૂંચવાયો : નીતિનભાઈએ કહ્યું કેન્દ્ર સરકાર લેશે નિર્ણય, રૂપાણી ચૂપ

એમ્સનો મામલો ગૂંચવાયો : નીતિનભાઈએ કહ્યું કેન્દ્ર સરકાર લેશે નિર્ણય, રૂપાણી ચૂપ

ગુજરાતના રાજકોટમાં AIMS આવે તેવી પૂરી સંભાવના છે. ફક્ત જાહેરાત જ બાકી રહી છે. એમ્સને પગલે સૌરાષ્ટ્રના 12 જિલ્લાને અમદાવાદ કે મુબઈ સુધી દોડવું નહી પડે. સૌરાષ્ટ્ર માટે આ સૌથી મોટી ભેટ કેન્દ્ર સરકારે આપી છે. આ તમામ પ્રકારના સમાચારો વચ્ચે આજે રાજ્યના આરોગ્યમંત્રી અને નાયબમુખ્યમંત્રીએ એમ્સ અે ગુજરાતની જરૂર છે પણ સ્થળ કયું ફાળવવું એ કેન્દ્ર સરકારના હસ્તકમાં છે. અમે વડોદરા અને રાજકોટનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ બાબતે હવે રૂપાણી ના બોલે ત્યાં સુધી કે કેન્દ્ર સરકાર ખુલાસો ન કરે ત્યાં સુધી રાજકોટને મળશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજકોટમાં તો ગોળ ધાણા ખાઈ લીધા બાદ કેબીનેટની બેઠક બાદ નીતિનભાઈએ આ ખુલાસો કરતાં હવે સૌરાષ્ટ્રવાસીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે.

આ લોકોએ પણ એમ્સ માટે કર્યા છે પ્રયત્નો

કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેરાત ગણતરીના દિવસોમાં થશે સૌરાષ્ટ્રની ચારેય મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓએ એઇમ્સ માટે ખાસ ઠરાવ પસાર કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર દબાણ વધાર્યું હતું. મંદિરોમાં એઇમ્સ માટે પૂજા થતી તો મસ્જિદોમાં ખાસ નમાજ કરી એઇમ્સ મળે તેવી દુવાઓ થવા લાગી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના વેપારી મંડળોએ પણ ઠરાવો પસાર કરી માંગને બુલંદ કરી હતી. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓએ સપથ લઇ વડાપ્રધાનને લાખો પત્ર લખી એઇમ્સ ફાળવવા માગ કરી હતી. આમ સૌરાષ્ટ્રમાંથી થયેલા પ્રયત્નો ફળ્યા છે. આ મામલે બરોડામાં ઉહાપોહ મચે તેવી પૂરી સંભાવના છે. બરોડાની એમ્સની માગ હતી. જે પૂરી થઈ નથી. રાજકોટમાં રૂપાણી એમ્સ લઈ ગયા હોવાના આરોપો થઈ રહ્યાં છે.

રાજકોટને AIIMS મળવાથી સૌરાષ્ટ્રને મોટો ફાયદો થવાની સંભાવના

  • એઈમ્સ રાજકોટમાં આવતા શહેર અને જિલ્લાઓના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવશે.
  • એઈમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે જેની અછત વર્ષોથી ભોગવાઈ રહી છે.
  • નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે.
  • 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે આ સિવાય અનેક લાભો મળશે.
  • 750 બેડ, દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 એમબીબીએસ અને 60 બી.એસ.સી.(નર્સિંગ)ની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળશે.
  • રાજકોટને AIIMS મળવાથી સૌરાષ્ટ્રને મોટો ફાયદો થશે.
  • રાજકોટમાં જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે રૂ.1250 કરોડના ખર્ચે 750 બેડની હોસ્પિટલ બનશે. AIIMSનું કામ 4 વર્ષમાં પૂર્ણ થશે.
  • કેન્દ્રીય મંત્રાલયે આ પ્રોજેક્ટ પર મંજૂરીની મ્હોર મારી દીધી છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
  • એઇમ્સ માટેનું કામકાજ આગામી ઓક્ટોબર મહિનાથી શરૂ થઇ જશે.
  • ખંઢેરી ગામ પાસે 200 એકર જમીનમાં એઇમ્સ તૈયાર થશે.
  • જેનો લાભ 12 જિલ્લાના દર્દીઓને મળશે.

આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવશે

એઈમ્સ રાજકોટમાં આવતા શહેર અને જિલ્લાઓના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. એઈમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે જેની અછત વર્ષોથી ભોગવાઈ રહ્યાં છે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે આ સિવાય અનેક લાભો મળશે. જેમકે, 750 બેડ, દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 એમબીબીએસ અને 60 બી.એસ.સી.(નર્સિંગ)ની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળશે. જેને પગલે સૌરાષ્ટ્રવાસીઓ માટે આ સૌથી મોટી સુવિધા બની જશે.

AIIMSમાં કંઈ સુવિધા ઉપલબ્ધ થશે

ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, ની રિપ્લેસમેન્ટ, પેડિયાટ્રિક સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સર્જરી

AIIMS સૌરાષ્ટ્રને ફાળે જાય તો આ શહેરોને મળશે લાભ

રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, કચ્છ

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

અમદાવાદમાં રવિવારે થયેલી ગોઝારી ઘટનાને પગલે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક થયું ચેકિંગ

Path Shah

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!