GSTV

એમેઝોનના જેફ બેઝોસ 187 અબજ સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે, મુકેશ અંબાણી ચોથા ક્રમે પહોંચ્યા અને બર્નાર્ડ આર્નોલ્ડને ધકેલ્યા પાછળ

દેશના સફળ ઉદ્યોગ પતિની સિદ્ધી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ચોથા નંબરના ધનવાન ઉદ્યોગપતિ બની ગયા છે. તેમણે ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ડને પાછળ ધકેલ્યા હતા. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષમાં 22 અબજ ડોલરનો વધારો થયો હોવાનો અંદાજ છે. બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે તેમની સંપત્તિ 80.6 અબજ ડોલર છે.

અંબાણી દુનિયાના ચોથા નંબરના ધનવાન ઉદ્યોગપતિ

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્ષમાં મુકેશ અંબાણી ચોથા ક્રમે પહોંચી ગયા છે. ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ડ પાંચમા ક્રમે ધકેલાયા હતા. મુકેશ અંબાણી પાંચમા ક્રમે હતા. બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે મુકેશ અંબાણીની અંદાજિત સંપત્તિ 80.6 અબજ ડોલર છે. તેમની સંપત્તિમાં આ વર્ષમાં 22 અબજ ડોલરનો વધારો થયાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો.

બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે મુકેશ અંબાણીની અંદાજિત સંપત્તિ 80.6 અબજ ડોલર

મુકેશ અંબાણીએ ધનવાન બિઝનેસમેનની યાદીમાં છેલ્લાં એક વર્ષમાં 10 ક્રમનો સુધારો કર્યો હતો. મુકેશ અંબાણીએ આ વર્ષમાં ઈલન મસ્ક, સર્ગેઈ બિન, લેરી પેજ, વોરેન બફેટ વગેરેને પાછળ છોડીને એક પછી એક ક્રમનો કૂદકો લગાવ્યો હતો. પ્રથમ ક્રમે જેફ બેઝોસ યથાવત છે. બીજો ક્રમ પણ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સે જાળવી રાખ્યો છે.

પ્રથમ ક્રમે જેફ બેઝોસ યથાવત છે. બીજો ક્રમ પણ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સે જાળવી રાખ્યો

ક્રમનામસંપત્તિ
  (અબજ ડોલરમાં)
1જેફ બેઝોસ187
2બિલ ગેટ્સ121
3માર્ક ઝકરબર્ગ102
4મુકેશ અંબાણી80.6
5બર્નાર્ડ આર્નોલ્ડ80.2
6વોરેન બફેટ79.2
7સ્ટીવ બાલમોર76.4
8લેરી પેજ71.3
9સર્જેઈ બ્રિન69.1
10ઈલોન મસ્ક68.7

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ ત્રીજા ક્રમે છે. માર્ક ઝકરબર્ગ અને મુકેશ અંબાણીની સંપત્તિ વચ્ચે 20 અબજ ડોલરનું અંતર છે. રિલાયન્સ જીઓને સતત વિદેશી રોકાણ મળ્યું હોવાથી મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લાં બે-ત્રણ મહિનામાં નોંધપાત્ર વધારો થયો હતો. કંપનીની માર્કેટ કેપ 14 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

સાંસદોના ધરણા/ આખી રાત સંસદની બહાર ધરણા કરશે સાંસદો, આપના સાંસદે તો ચાદર અને તકિયા પણ મગાવ્યા

Pravin Makwana

ઘરના છોકરા ઘંટી ચાટે….મોદી રાજમાં દેશનું આટલુ દેવુ હોવા છતાં અનેક દેશોને આપી છે લોન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!