દેશમાં પ્રથમ વખત એગ્રીકલ્ચર ક્ષેત્રની વિદ્યાર્થીનીને વાર્ષિક એક કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે. આ પેકેજ કૃષિ ક્ષેત્ર માં કામ કરવા વાળી બેયર ગૃપની કંપની મોન્સેટોએ આપ્યું છે. રેકોર્ડબ્રેત સેલેરી મેળવવા વાળી કવિતા ફમન પંજાબનાં ગુરૂદાસપુર જિલ્લાની રહેવાસી છે. તેણી જાલંધરની લવલી પ્રોફેશ્નલ યુનિવર્સિટીમાંથી એગ્રિકલ્ચર(એગ્રોનમી)માં એમ.એસસી.નો અભ્યાસ કરી રહિ છે. કવિતા કેનેડામાં જોબ કરશે,જે હજારો પંજાબી સ્ટુડન્ટ્સ માટે ડ્રિમ પ્લેસ છે. કવિતાને વાર્ષિક 2,00,000 કેનેડિયન ડોલરનું પેકેજ મળ્યું છે. જે ભારતીય રૂપિયામાં અંદાજીત 1 કરોડ બે લાખ રૂપિયા થાય છે.
મોન્સૈંટોની કેનેડા બ્રાન્ચે કવિતાને પોતાની મૈનિટોબા ઓફિસ માટે પ્રોડક્શન મેનેજરની પોસ્ટ માટે રિક્રુટ કર્યા છે. આ મહિનાથી તે પોતાની જોબ શરૂ કરશે. પ્રોડક્શન મેનજરની રૂએ કંપની નિર્માણનું કાર્ય તેની દેખરેખ હેઠળ જ થશે.તેણી બાંધકામ પ્રક્રિયાઓની પ્લાનિંગની સાથે-સાથે તેમાં સમન્વય પણ કરશે.
જોબ ઓફર સપનું પુરૂ થવા સમાન: કવિતા
કવિતાની પ્રારંભિક પરિક્ષા લેવામાંસઆવી હતી. ત્યારબાદ મોન્સૈંટોનાં અધિકારીઓએ ઇન્ટરવ્યુ કર્યુ.કવિતાએ જણાંવ્યું કે,આ જોબ ઓફર સપનું પુરૂ થવા સમાન છે.કૃષિ વિજ્ઞાન તકનિકથી થનારા ફાયદાને નવીનતાથી બાયોટેકનોલોજીથી ડેટા વિજ્ઞાનનો ઉપયોગ કરવા, આ ક્ષેત્રે નવીનતમ તકનીકી અપનાવવામાં આવી રહી છે. હું કંપનીમાં જોડાવા માટે ઉત્સાહિત છું અને હું આગામી થોડા વર્ષોમાં જેટલું શીખી શકું તે શીખવાનો પ્રયાસ કરીશ.”
કવિતાની સફળતાથી કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે: LPU ડાયરેક્ટર
આ સાથે જ યુનિવર્સિટીને પણ ગૌરવ છે કે તેમનાં કોઇ સ્ટુડન્ટ્સને આટલું જબરદસ્ત પેકેજ મળ્યું છે. એલપીયુંનાં ડાયરેક્ટર અમન મિત્તલે જણાંવ્યું કે, કૃષિ શિક્ષણ ક્યારેય આ યાદીમાં શામેલ કરવામાં આવ્યું નથી જેમાં વિદ્યાર્થીઓને આવા રેકોર્ડબ્રેક પેકેજ આપવામાં આવ્યું હોય. આ પહેલી વાર છે કે કૃષિ શિક્ષણના વિદ્યાર્થીને સાત અંકોમાં પેકેજ મળી ગયો છે. તે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરતા પહેલાં.’
કવિતાની સફળતાથી કૃષિ ક્ષેત્રની શિક્ષાને પ્રોત્સાહન મળશે. એલપીયુમાં ક-ષિ વભાગનાં અધાયક્ષ ડો. રમેશ કુમારે જણાંવ્યું કે, આ વાત પરથી સાબિત થાય છે કે,જે લોકો શીખવા અને કઠોર પરિશ્રમ કરવા માટે ઉત્સાહિત છે. તેમનાં માટે કારકિર્દીની અનેક તકો રહેલી છે. અમને આશા છે કે,વધારેમાં વધારે વિદ્યાર્થીઓને સાત આંકડામાં પગાર મળશે.
READ ALSO
- વલસાડ / ઉમરગામ GIDCમાં એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો
- ‘ગદર- 2’ નો સીન લીક થયો, આ વખતે સની દેઓલ હેન્ડપંપ નહીં આખો થાંભલો ઉખાડતા દેખાશે
- મોટો નિર્ણય / અમદાવાદ DEOએ કર્યો પરિપત્ર, સ્કૂલ ડ્રોપ કરનાર વિદ્યાર્થીઓને શોધીને પ્રવેશ અપાશે
- ફ્લાઈંગ એન્જલ ‘પીટી ઉષા’ થયા ભાવુક કહ્યું, મારી એકેડેમી પર થઇ રહ્યો છે બળજબરી કબજો
- અમેરિકા ચીનના એર બ્લૂનને કેમ નષ્ટ ન કરી શક્યુ? જાણો કારણ