GSTV
Home » News » એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે? તો તમે પોતાનું જ કરી રહ્યાં છો મોટુ નુકસાન

એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે? તો તમે પોતાનું જ કરી રહ્યાં છો મોટુ નુકસાન

મોટાભાગે લોકો પાસે બે કે તેથી વધુ સેવિંગ્સ એકાઉન્ટ હોય છે. વાવંવાર નોકરી બદલવાથી, એક શહેરથી બીજા શહેરમાં નોકરી બદલવા પર અથવા તો બિઝનેસના કારણે 2થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવતાં હોય છે. ઘણીવાર આપણે એવું માનતા હોઇએ છીએ કે એકથી વધુ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા રાખવા સારા. પરંતુ તેના કારણે તમારે મોટુ નુકસાન પણ ભોગવવુ પડે છે.

મલ્ટીપલ બેન્ક એકાઉન્ટના ફાયદા

બેન્ક દેવાળુ ફૂંકે તો ફક્ત 1 લાખ રૂપિયાની ડિપોઝીટ સિક્યોર હોવી પણ એક કારણ છે. એટલે કે કોઇપણ બેન્ક તમારા ફક્ત 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝીટની ગેરેન્ટી લે છે. તેવામાં ઘણા લોકો સેલિંગ્સ એકાઉન્ટમાં નાની રકમ જમા રાખવી યોગ્ય માને છે.

મલ્ટીપલ બેન્ક એકાઉન્ટના નુકસાન

મિનિમમ બેલેન્સ

મલ્ટીપલ એકાઉન્ટનું સૌથી પહેલું નુકસાન એ છે કે કસ્ટમરને દરેક એકાઉન્ટમાં લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ રાખવું પડે છે. જો મિનિમમ બેલેન્સ રાખવામાં ન આવે તો બેન્ક ચાર્જ વસૂલે છે. આ નિયમ તમામ સેવિંગ્સ એકાઉન્ટ પર લાગુ થાય છે. તેવામાં જો તમે જે એકાઉન્ટનો ઉપયોગ નથી થતો તેમાં મિનિમમ બેલેન્સ રાખવુ મુશ્કેલ થઇ જાય છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ

તમારે તમારા તમામ બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ ઇનકમ ટેક્સ રિટર્નમાં આપવી પડે છે. આમ ન કરવા પર ઇનકમ ટેક્સ વિભાગ માને છે કે તમે ટેક્સની ચોરી કરી રહ્યાં છો અને તમારે આવકવેરા વિભાગની નોટિસનો સામનો કરવો પડી શકે છે.

ડેબિટ કાર્ડ ચાર્જ

2થી વધુ બેન્ક એકાઉન્ટ હોવા પર તમામ ડેબિટ કાર્ડનો પિન નંબર અને નેટ બેન્કિંગનો પાસવર્ડ યાદ રાખવો મુશ્કેલ બની જાય છે. ઘણીવાર ફરીથી પિન જનરેટ કરવા પર બેન્ક ચાર્જિસ લે છે.

IDBI Bank alert

ટ્રાન્જેક્શન ન થવા પર એકાઉન્ટ ડારેમેંટ થઇ જાય છે

જો તમારા એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ હોય પરંતુ તમે લાંબા સમયથી એકાઉન્ટમાં કોઇ ટ્રાન્જેક્શન ન કર્યુ હોય તો તમારુ એકાઉન્ટ ડોરમેંટ થઇ જાય છે. ફરીથી તે એકાઉન્ટને એક્ટિવ કરવા માટે સમગ્ર પ્રોસેસ ફૉલો કરવી પડે છે.

Read Also

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!