GSTV
Home » News » ઉ. કોરિયાની મિસાઇલ પરીક્ષણની તૈયારી, રશિયાના સાંસદે કર્યો દાવો

ઉ. કોરિયાની મિસાઇલ પરીક્ષણની તૈયારી, રશિયાના સાંસદે કર્યો દાવો

અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રના તમામ પ્રતિબંધો બાદ પણ ઉત્તર કોરિયા મિસાઈલ પરીક્ષણ રોકવા માંગતું નથી. રશિયાના સાંસદે દાવો કર્યો છે કે પ્યોંગયાંગ એક લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે.

જો ઉત્તર કોરિયા આવું કરશે, તો ફરી એકવાર કોરિયાઈ વિસ્તારમાં તણાવના વધવાની શક્યતા છે. રશિયાની સંસદની આંતરરાષ્ટ્રીય કમિટીના સદસ્ય અંતોન મોરોજોવ અને અન્ય બે સાંસદોએ બીજી ઓક્ટોબરથી છઠ્ઠી ઓક્ટોબરે ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી.

માનવામાં આવે છે કે ઉત્તર કોરિયાનું આગામી મિસાઈલ પરીક્ષણ અમરિકા માટે પડકારો પેદા કરનારું હશે. આ મિસાઈલની રેન્જ અમેરિકાના પશ્ચિમી સમુદ્રતટ સુધીની પહોંચ હોવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

Related posts

સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ, કાશ્મીર અમારૂ અભિન્ન અંગ છે અને કાયમ રહેશે

Pravin Makwana

વિદ્રોહી અને જેહાદીઓ પર સીરીયાનો લોહિયાળ હુમલો, શાળાના બાળકો સહિત 20 નાગરિકોના મોત

Pravin Makwana

દિલ્હી હિંસામાં હવે ઈમરાનખાને ઝંપલાવ્યું, એવી ટિપ્પણીઓ કરી કે મોદી સરકાર બગડશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!