ઉધરસની સમસ્યા સતાવે છે? આ ઘરેલૂ ઉપચારથી મળશે રાહત

શિયાળામાં અનેક લોકોને સૂકી ઉધરસની સમસ્યા સતાવે છે. સતત આવતી સૂકી ઉધરસથી વ્યક્તિ મન અને શરીર બંનેથી થાકી જાય છે. સૂકી ઉધરસ થવાનું એક કારણ પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાનું પણ છે. નિષ્ણાંતોનુસાર શિયાળાની ઋતુ દરમિયાન એલર્જીના કારણે ઉધરસ વધારે પ્રમાણમાં થાય છે. તાપમાન ઘટે છે ત્યારે પ્રદૂષક અને એલર્જીકારક તત્વ હવામાંથી નીકળતા નથી. આવી સ્થિતીમાં અસ્થમા, એલર્જી જેવી સમસ્યા વધી જાય છે. તાપમાનમાં અને ઠંડીમાં અચાનક પરીવર્તન થવાથી ઉધરસનું પ્રમાણ વધી જાય છે. 

દિલ્હી જેવા શહેરોમાં લોકોને ઓઝોન અને નાઈટ્રોજન ડાઈઓક્સાઈડ જેવી પ્રદૂષક ગેસના કારણે ઉધરસથી પરેશાન રહે છે. શહેરોમાં ખરાબ હવા ઉપરાંત ધૂળ, ધુમાડો, ભેજ અને સતત બદલતું વાતાવરણ પણ લોકોના ખરાબ સ્વાસ્થ્ય માટે જવાબદાર હોય છે. આવી સમસ્યાના કારણે ગળામાં બળતરા પણ થાય છે. 

જો એલર્જી વાતાવરણના કારણે હોય તો તેમાં નાકમાંથી પાણી નીકળવું, છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવા, આંખ નીચે કાળા કુંડાળા થવા જેવી તકલીફો થાય છે. એલર્જીના કારણે જે ઉધરસ થઈ હોય તે રાત્રે સૌથી વધારે સતાવે છે. 

જો વાયરસના કારણે ઉધરસ હોય તો તેનો કોઈ ઉપચાર ઉપલબ્ધ નથી. તેના માટે ડોક્ટરની દેખરેખમાં સારવાર કરવી જોઈએ. કારણ કે તેના કારણે શરીરમાં અન્ય તકલીફો પણ થઈ શકે છે. જો ઉધરસ સાથે તાવ પણ આવે અને બે દિવસ સુધી તે બરાબર ન થાય તે માટે પણ ડોક્ટરની સલાહ લેવી. 

ઉધરસના દર્દીઓએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. હાથને વારંવાર ધોવા જોઈએ. ખાસ કરીને જ્યારે તમે સાર્વજનિક સ્થળે જાઓ ત્યારે સાથે રુમાલ અને ટીશ્યૂ પેપર રાખવા. શારીરિક સિસ્ટમમાં કિટાણુ પ્રવેશ કરી ગયા હોય તેને રોકવા માટે આંખ અને મોંઢાને વારંવાર અડવાથી બચવું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter